106 વર્ષના વૃદ્ધાએ કોરોના વાયરસને આપી માત, આ જોઇ ડોક્ટર પણ થયા આશ્ચર્યચકિત

દિલ્હીમાં સૌ વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધ તાજેતરમાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા અને તેમના પુત્રની સરખામણીએ ઝડપથી સાજા થયા છે. પુત્રને પણ કોરોના છે. આ વૃદ્ધની ઉંમ વર્ષ 1918માં સ્પેનિશ ફ્લૂના સમયે 4 વર્ષ હતી. તેમના પુત્રની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે. 
106 વર્ષના વૃદ્ધાએ કોરોના વાયરસને આપી માત, આ જોઇ ડોક્ટર પણ થયા આશ્ચર્યચકિત

નવી દિલ્હી: દિલ્હીમાં સૌ વર્ષથી વધુ ઉંમરના એક વૃદ્ધ તાજેતરમાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા અને તેમના પુત્રની સરખામણીએ ઝડપથી સાજા થયા છે. પુત્રને પણ કોરોના છે. આ વૃદ્ધની ઉંમ વર્ષ 1918માં સ્પેનિશ ફ્લૂના સમયે 4 વર્ષ હતી. તેમના પુત્રની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે. 

ડોક્ટરોએ જણાવ્યું કે 106 વર્ષીય દર્દીને તાજેતરમાં કોવિડ -19માંથી સ્વસ્થ થયા બાદ રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસથી સાજા થયા બાદ તેમની પત્ની, પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

એક વરિષ્ઠ તબીબે કહ્યું, તે દિલ્હીના કોવિડ-19 ના પહેલા દર્દી છે, જેને 1918માં સ્પેનિશ ફ્લૂ જેવી મહામારીનો સામનો કર્યો હતો. સ્પેનિશ ફ્લૂના કારણે પણ આખી દુનિયામાં વિનાશ સર્જાયો હતો. અને તેઓ ના માત્ર કોવિડ-19માંથી સાજા થયા પરંતુ તેઓ તેના પુત્ર કરતાં પણ ઝડપથી સાજા થયા હતા. તેમના પુત્ર પણ ઘણા વૃદ્ધ છે.

સ્પેનિશ ફ્લૂ મહામારીએ સમગ્ર દુનિયામાં 102 વર્ષ પહેલાં દસ્તત આપી હતી અને તે સમયે દુનિયાની લગભગ ત્રીજા ભાગની વસ્તી તેનાથી પ્રભાવિત થઈ હતી.

યુ.એસમાં રોગ નિયંત્રણ કેન્દ્રો અનુસાર, તાજેતરના ઇતિહાસમાં 1918ની મહામારી સૌથી ખતરનાક હતી. તે H1N1 વાયરસને કારણે ફેલાઇ હતી. 'એમ કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં આ રોગને કારણે અંદાજે 6 લાખ 75 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં માનવામાં આવે છે કે, પ્રથમ વિશ્વ યુદ્ધથી પરત ફરેલા સૈનિકોની સાથે આ વાયરસ આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, સમગ્ર દુનિયામાં આ બીમારીથી જેટલા પણ લોકોના મોત થયા હતા, તેના પાંચમો ભાગ બરાબર ભારતમાં મોત થયા હતા.

રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ સો વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને કોરોના વાયરસથી ઝડપથી સાજા થવાના કારણે આશ્ચર્યચકિત છે, કારણ કે તેઓ વાયરસના સંક્રમણને કારણે તેમને જોખમ વધારે હતું.

એક વરિષ્ઠ તબીબે કહ્યું, "અમને ખબર નથી કે તેઓ સ્પેનિશ ફ્લૂથી પ્રભાવિત થયા હતા કે નહીં. તે સમયના દસ્તાવેજોને અમે વધારે જોયા નથી અને જ્યાં સુધી દિલ્હીની વાત છે, તો તે સમયે ઘણી ઓછી હોસ્પિટલો હતી. આ આશ્ચર્યજનક છે કે 106 વર્ષના વ્યક્તિએ જીવવાની ઇચ્છા દર્શાવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news