#ImmunityConclaveOnZee: આયુષ મંત્રીએ કહ્યું- 3 મહિનામાં આવશે કોરોનાની દવા

ZEE NEWSના કાર્યક્રમ ઇન્ડિયા ઇમ્યુનિટિ E-CONCLAVEમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે, કોરોનાની દવા પર સંશોધન ચાલી રહ્યું છે. શ્રીપદ નાયકે કહ્યું કે, 6-7 સપ્તાહમાં સંશોધન પૂર્ણ થઈ જશે. આપણે જલદી કોરોનાને હરાવામાં સફળ થઈશું.
#ImmunityConclaveOnZee: આયુષ મંત્રીએ કહ્યું- 3 મહિનામાં આવશે કોરોનાની દવા

નવી દિલ્હી: ZEE NEWSના કાર્યક્રમ ઇન્ડિયા ઇમ્યુનિટિ E-CONCLAVEમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કહ્યું કે, કોરોનાની દવા પર સંશોધન ચાલી રહ્યું છે. શ્રીપદ નાયકે કહ્યું કે, 6-7 સપ્તાહમાં સંશોધન પૂર્ણ થઈ જશે. આપણે જલદી કોરોનાને હરાવામાં સફળ થઈશું.

શ્રીપદ નાયકે કહ્યું કે, 4-5 ફોર્મ્યુલા પર સંશોધન ચાલી રહ્યું છે. તેના પર ટ્રાયલ ચાલી રહ્યું છે. જ્યારે ફોર્મ્યુલા અમારી પાસે આવ્યા, ત્યારે મંત્રાલયે તેમની તપાસ કરી. અમને આશા છે કે, 3 મહિનામાં કોરોનાની દવા સામે આવી જશે. આ ત્રણ મહિનામાંથી એક મહિનો સંશોધનમાં પસાર થઈ ગયો છે. હવે છેલ્લા તબક્કા પર કામ થઈ રહ્યું છે.

કોરોનાના ઉકાળાની ઉપલબ્ધાના સવાલ પર તેમણે કહ્યું, તમામ ઉકાળા ઉત્પાદક કંપનીઓ દ્વારા ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું છે.

કોરોનિલ પર થયેલા વિવાદ વિશે શ્રીપદ નાયકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 2014માં જ્યારે અમારી સરકાર આવી તો પીએમ મોદીએ આયુષ મંત્રાલયના નામથી નવું મંત્રાલય બનાવ્યું. અમે 5 વર્ષથી યોગ પર કામ કરી રહ્યાં છે. જેનો કોરોના કાળમાં ઘણો લાભ થયો છે. આપણા પૂર્વજો, ઋષિયોએ જે ફોર્મ્યુલા બનાવ્યા હતા, તે આજે પણ અસરકારક છે. આપણે આ ફોર્મ્યુલાની ઉપેક્ષા કરી, તેનું પરિણામ પણ આપણે સહન કરવું પડ્યું. એટલા માટે થોડો સમય લાગશે લોકોને સમજવા માટે. જેના પર તમે વિવાદ કરી રહ્યાં છો, તે વિવાદ નથી. એક પ્રક્રિયા છે. જેનું પાલન કરવું જોઇતું હતું. હું તેમનો આભાર માનું છું કે તેઓએ જલદી જ આની નોંધ લીધી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news