દિલ્હી: અમેરિકી દૂતાવાસમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટના શનિવારે સવારની હોવાનું કહેવામાં આવ્યું છે. આ મુદ્દે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 

Updated By: Feb 6, 2020, 09:07 AM IST
દિલ્હી: અમેરિકી દૂતાવાસમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટના શનિવારે સવારની હોવાનું કહેવામાં આવ્યું છે. આ મુદ્દે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 

બુધવારે ઘટનાની પુષ્ટિ નવી દિલ્હી જિલ્લાના ચાણક્યપુરી સબ-ડિવિજનની એસીપી પ્રજ્ઞાએ કરી છે. તેમણે જણાવ્યું કે ''ઘટના શનિવારે સવારે લગભગ 9 વાગ્યાની છે. કેસ ત્યારે ખુલ્યો જ્યારે દૂતાવાસમાં રહેનાર એક હાઉસ-કિપીંગ સાથે જોડાયેલા પરિવારની મહિલા (પીડિતા બાળકીની માતા)એ ઘટનાની જાણકારી આપી. 

એસીપીના અનુસાર ''પીડિત બાળકી દૂતાવાસની અંદર હાલ ક્વાર્ટર્સમાં પરિવાર સાથે રહેતી હતી. બાળકીના પિતા દૂતાવાસમાં જ હાઉસકીપિંગની નોકરી કરે છે. ઘટનાની સૂચના મળતાં જ પોલીસે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાવી લીધી હતી. 

એસપી ચાણક્યપુરીના અનુસાર આરોપીના પિતા દૂતાવાસમાં જ નોકરી કરે છે. આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની ઉંમર 25 વર્ષ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube