LGvsAAP: '67 સીટો જીતનાર પક્ષને કોઈ અધિકાર નહીં, જ્યારે 3 બેઠકો જીતનારાને બધા અધિકાર'

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે.

LGvsAAP: '67 સીટો જીતનાર પક્ષને કોઈ અધિકાર નહીં, જ્યારે 3 બેઠકો જીતનારાને બધા અધિકાર'

નવી દિલ્હી: દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે. જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે અધિકારીઓની નિયુક્તિ અને ટ્રાન્સફરના અધિકાર કેન્દ્રની પાસે હોવા જોઈએ કે દિલ્હી સરકાર પાસે તે મામલે અલગ અલગ મત વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે. જોઈન્ટ સેક્રેટરી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તથા પોસ્ટિંગ એલજી કરશે જ્યારે ગ્રેડ 3, 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સીએમ ઓફિસ કરશે. જો કોઈ મતભેદ થાય તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સર્વિસિઝ કેન્દ્ર પાસે રહેશે. બંને જજો બાકીના મુદ્દે જો કે સહમત રહ્યાં હતાં. ચુકાદા મુજબ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિયુક્તિના અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો કેન્દ્રના તાબામાં રહેશે. કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે. રેવન્યુ પર એલજીની સહમતિ લેવી પડશે. ઈલેક્ટ્રિસિટીના મામલે ડાઈરેક્ટરની નિયુક્તિ સીએમ પાસે રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ચુકાદાન પર પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રતિભાવ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે જે પાર્ટી પાસે 67 વિધાનસભા બેઠકો છે, તેમની પાસે કોઈ અધિકાર નથી. જ્યારે માત્ર 3 બેઠકો જીતનારા પક્ષ પાસે બધા અધિકાર છે. 

સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફન્સમાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને દિલ્હી સાથે અન્યાય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે "દિલ્હીના મુખ્યમંત્રી એક પટાવાળાની પણ ટ્રાન્સફર કરી શકે નહીં. આ દિલ્હીના લોકોના વિશ્વાસ વિરુદ્ધ અન્યાય છે અને ખુબ જ ખોટો ચુકાદો છે. કેજરીવાલે કહ્યું કે જો કોઈ એવા અધિકારીની નિયુક્તિ કરી દેવાય કે જે અમારી વાત ન સાંભળે તો મોહલ્લા ક્લિનિક કેવી રીતે ચાલે? જો કોઈ કહે કે તેણે ભ્રષ્ટાચાર કર્યો છે તો હું શું કરું? શું હું ભાજપને કહું કે તમે આ મામલો જુઓ? આ બધુ ભાજપ કરાવી રહ્યો છે. આ ચુકાદો બંધારણ અને જનતંત્ર વિરુદ્ધ છે."

કેજરીવાલે કહ્યું કે આ વખતે તમે વડાપ્રધાન બનવા માટે મત ન આપતા. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. અહીંના લોકોને અધિકાર મળવો જોઈએ. તમે દિલ્હીની સાતેય બેઠકો આમ આદમી પાર્ટીને આપજો. અમે સંસદમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તે માટે લડત લડીશું. 

તેમણે કહ્યું કે અમે તેનો કાયદાકીય ઉકેલ લાવવાની કોશિશ કરીશું. હું દલ્હીની જનતાને કહેવા માંગુ છું કે કેજરીવાલ ખુબ નાનો માણસ છે. ચાર વર્ષમાં અમે અને મંત્રીઓએ લડી લડીને કામ કરાવ્યાં છે. ફાઈલો ક્લિયર કરવા માટે જો અમારા લોકોએ દસ દિવસ સુધી ઉપવાસ કરવા પડે તો દિલ્હી કેમ ચાલશે? દરેક ફાઈલ માટે જો એલજીના ઘર પર અમારે ઉપવાસ કરવા પડે તો સરકાર ચાલશે કેવી રીતે? 

શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

દિલ્હીમાં પબ્લિક સર્વિસ કમિશનને લઈને બંને જજોના અલગ મત છે. જસ્ટિસ સિકરીએ કહ્યું કે ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે. જોઈન્ટ સેક્રેટરી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તથા પોસ્ટિંગ એલજી કરશે જ્યારે ગ્રેડ 3, 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સીએમ ઓફિસ કરશે. જો કોઈ મતભેદ થાય તો મામલો રાષ્ટ્રપતિ પાસે જશે. બે જજોની બેન્ચમાં સામેલ જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે સર્વિસિઝ કેન્દ્ર પાસે રહેશે. બંને જજો બાકીના મુદ્દે જો કે સહમત રહ્યાં હતાં. 

ચુકાદા મુજબ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિયુક્તિના અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો કેન્દ્રના તાબામાં રહેશે. કારણ કે પોલીસ કેન્દ્ર પાસે છે. રેવન્યુ પર એલજીની સહમતિ લેવી પડશે. ઈલેક્ટ્રિસિટીના મામલે ડાઈરેક્ટરની નિયુક્તિ સીએમ પાસે રહેશે. 

જજો વચ્ચે મતભેદ, ત્રણ સભ્યોની બેન્ચની રચના
દિલ્હીમાં સર્વિસિઝનું નિયંત્રણ કોની પાસે રહેશે તેના પર બંને જજોના અલગ મત હોવાના કારણે તેનો ચુકાદો હવે સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની પેનલ કરશે. રાજ્ય સૂચિમાં રાજ્ય પબ્લિક સર્વિસિઝની એન્ટ્રી 41 હેઠળ દિલ્હી સરકારની કાર્યકારી શક્તિઓ મામલે જસ્ટીસ સિકરી અને જસ્ટિસ ભૂષણના મત અલગ હતાં. જસ્ટિસ ભૂષણે કહ્યું કે દિલ્હી સરકાર પાસે આ સંબંધે કોઈ કાર્યકારી શક્તિઓ નથી જ્યારે જસ્ટિસ સિકરીએ કહ્યું કે જોઈન્ટ સેક્રેટરી અને તેમની ઉપરના રેંકના અધિકારીઓની નિયુક્તિનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે રહેશે. જ્યારે નીચેના રેંકના અધિકારીઓની નિયુક્તિ અને બદલીનો અધિકાર GNCTD પાસે રહેશે. 

— ANI (@ANI) February 14, 2019

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તપાસ કમિશનની નિયુક્તિનો અધિકાર કેન્દ્ર પાસે રહેશે. દિલ્હી સરકાર કમીશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ 1952 હેઠળ તેની નિયુક્તિ કરી શકે નહીં. આ સાથે જ સુપ્રીમે કહ્યું કે ઉપરાજ્યપાલ કોઈ પણ મુદ્દે પોતાનો મત બનાવી શકે છે પરંતુ અહીં કોઈનો અર્થ દરેક નાના નાના મુદ્દા પર મત ઊભો કરવાનો નથી. ઉપરાજ્યપાલે રૂટીન કામકાજમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે દિલ્હી સંલગ્ન તે મૂળભૂત મુદ્દાઓ પર પોતાના મત વ્યક્ત કરવા જોઈએ જે રાષ્ટ્રપતિ સુધી જઈ શકે છે. ઉપરાજ્યપાલે ફાઈલો રોકવી જોઈએ નહીં. તેમણે  કેબિનેટની ભાવનાનું સન્માન કરવું જોઈએ. 

ટ્રાન્સફર તથા  પોસ્ટિંગ
સર્વિસિઝને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેડ 1 અને ગ્રેડ 2ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે જ્યારે ગ્રેડ 3 અને ગ્રેડ 4ના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મામલો દિલ્હી સરકારના તાબા હેઠળ રહેશે. જ્યારે વીજળી વિભાગની ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વીજળીના રેટ દિલ્હી સરકાર નક્કી કરશે. જો કે જસ્ટિસ ભૂષણ તમામ મુદ્દાઓ પર જસ્ટિસ સિકરીના મત સાથે સહમત નહતાં. 

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે ચૂંટાઈ આવેલી દિલ્હી સરકાર કમિશન ઓફ ઈન્ક્વાયરીની રચના કરી શકે નહીં. જસ્ટિસ સિકરીએ કહ્યું કે જોઈન્ટ સેક્રેટરીની ઉપરના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર એલજી પાસે રહે તે જરૂરી છે. જો કે નીચેના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર સીએમ ઓફિસના નિયંત્રણમાં હોઈ શકે છે. 

રેવન્યુ
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કહેવાયું છે કે જમીન સંલગ્ન મામલા દિલ્હી સરકારના તાબામાં રહેશે. જે મુજબ દિલ્હી સરકાર જમીનના ભાવ અને વળતરની રકમ નક્કી કરી શકે છે. દિલ્હી સરકારને રાહત મળી છે કારણ કે હવે જમીનનો મામલો સીએમ ઓફિસના કંટ્રોલમાં રહેશે. 

— ANI (@ANI) February 14, 2019

કેન્દ્ર પાસે એસીબી
આ મુદ્દે બંને જજોમાં સહમતી બની. એન્ટી કરપ્શન બ્રાન્ચનો અધિકાર પણ કેન્દ્રને અપાયો છે. કારણ કે પોલીસ ફોર્સ કેન્દ્રના નિયંત્રણમાં છે. 

દિલ્હી સરકારની અરજી
સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારે અરજી દાખલ કરીને દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓની બદલીના અધિકાર કેન્દ્ર સરકારની જગ્યાએ દિલ્હી સરકાર પાસે હોવાની માગણી કરી હતી. આ સાથે જ એક વધુ અરજી દાખલ કરીને દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચના અધિકાર ક્ષેત્રનો દાયરો વધારીને તેમાં કેન્દ્ર સરકાર સંબંધિત મામલાઓ ઉપર પણ કાર્યવાહી કરવાના અધિકારની માગણી કરી હતી. આ અરજીો દિલ્હી હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ કરાઈ હતી જેમાં હાઈકોર્ટે દિલ્હી સરકારની આ માગણીઓ ફગાવીને ચુકાદો કેન્દ્ર સરકારના પક્ષમાં આપ્યો હતો. 

શું છે વિવાદ? જાણો
* કેન્દ્ર સરકારનું 21 મે 2015ના રોજ નોટિફિકેશન- હોમ મિનિસ્ટ્રીએ 21 મેના રોજ નોટિફિકેશન જારી કર્યું હતું. જે મુજબ એલજીના અધિકાર ક્ષેત્ર હેઠળ સર્વિસ મેટર, પબ્લિક ઓર્ડર, પોલીસ અને લેન્ડ સંબંધિત મામલાઓ રાખવામાં આવ્યાં છે. જેમાં બ્યુરોક્રેટની સર્વિસ સંબંધિત મામલા પણ સામેલ છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની કાર્યકારી શક્તિઓને સિમિત કરી હતી.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news