Delhi: 18+ ના તમામ લોકોને વિનામૂલ્યે મળશે રસી, સીએમ કેજરીવાલે કરી જાહેરાત

દેશભરમાં 1 મેથી 18 વર્ષથી મોટી વયના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. 
Delhi: 18+ ના તમામ લોકોને વિનામૂલ્યે મળશે રસી, સીએમ કેજરીવાલે કરી જાહેરાત

નવી દિલ્હી: દેશભરમાં 1 મેથી 18 વર્ષથી મોટી વયના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. 

1.34 કરોડ કોરોના રસીનો ઓર્ડર
સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે પ્રદેશ સરકારે 1.34 કરોડ કોરોના રસીનો ઓર્ડર આપ્યો છે. દિલ્હીમાં 1 મેથી રસીકરણનું કામ યુદ્ધ સ્તરે શરૂ કરી દેવાશે. આ દરમિયાન તેમણે કોરોના રસીના અલગ અલગ ભાગ નક્કી કરવામાં આવ્યા તે મુદ્દે સવાલ પણ ઉઠાવ્યા. 

ફાયદો મેળવવા માટે આખી જિંદગી બાકી 
સીએમ કેજરીવાલે કહ્યું કે રસી નિર્માતાઓનું કહેવું છે કે તેમને 150 રૂપિયામાં રસી વેચવા ઉપર પણ ફાયદો થઈ રહ્યો છે. તો પછી અલગ અલગ ભાવ કેમ રાખવામાં આવ્યા છે? તેમણે રસી નિર્માતા કંપનીઓને અપીલ કરી કે ફાયદો કમાવવા માટે આખી જિંદગી પડી છે. પરંતુ આ સમય માનવતા દેખાડવાનો છે. બંને દવા કંપનીઓએ કેન્દ્ર, રાજ્ય અને પ્રાઈવેટ હોસ્પિટલોને એક જ ભાવે દવા વેચવી જોઈએ. 

1 મેથી રસીકરણનો ત્રીજો તબક્કો
અત્રે જણાવવાનું કે દેશભરમાં 1 મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે. આ તબક્કા માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને કંપનીઓ પાસેથી સીધી રસી ખરીદવાની છૂટ આપી છે. આ છૂટ બાદ રસી બનાવનારી કંપનીઓએ પોત પોતાની રસીના ભાવની જાહેરાત કરી દીધી છે. 

પુણેની સીરમ ઈન્સ્ટિટિટ્યૂટે કહ્યું કે તેની કોવિશીલ્ડ રાજ્ય સરકારોને 400 અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયામાં મળશે. જ્યારે હૈદરાબાદની ભારત બાયોટેકે કહ્યું કે તેમની કોવેક્સિન રાજ્ય સરકારોને 600 અને પ્રાઈવેટ હોસ્પિટલોને 1200 રૂપિયામાં મળશે. બંને કંપનીઓએ એમ પણ કહ્યું કે પહેલાની સમજૂતિ હેઠળ કેન્દ્ર સરકારને તેમની રસી 150 રૂપિયામાં મળતી રહેશે. રસીના અલગ અલગ ભાવ નક્કી કરવા બદલ રાજ્ય સરકારો અને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news