Delhi Legal Drinking Age: દિલ્હીમાં હવે 21 વર્ષની ઉંમરે દારૂનું સેવન કરી શકશો, કેજરીવાલ સરકારની જાહેરાત
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ દારૂ પીવાની લીગલ ઉંમર 21 વર્ષ થઈ ગઈ છે. આ સાથે અન્ડરએજ ડ્રિન્કિંગ વિરુદ્ધ પણ દિલ્હી સરકારે નવી મુહિમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકોના આઈડીનું ફરજિયાત ચેકિંગ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારે (AAP Government) દારૂ પીવાની લીગલ ઉંમર ઘટાડી દીધી છે. તેને 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવામાં આવી છે. તેનાથી ઓછી ઉંમરના વ્યક્તિને આવા સ્થળો પર પ્રવેશ કરવાની મંજૂરી મળશે નહીં, જ્યાં દારૂ વેચવામાં આવે છે.
એટલે કે હવે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ દિલ્હીમાં પણ દારૂ પીવાની લીગલ ઉંમર 21 વર્ષ થઈ ગઈ છે. આ સાથે અન્ડરએજ ડ્રિન્કિંગ વિરુદ્ધ પણ દિલ્હી સરકારે નવી મુહિમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકોના આઈડીનું ફરજિયાત ચેકિંગ થશે.
દિલ્હીની એકસાઇઝ પોલિસીમાં પણ કેજરીવાલ સરકારે મહત્વના ફેરફાર કર્યા છે. તેમણે કહ્યું, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં દારૂ માફિયા પર શિકંજો કરવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરી તે બધા ફેક્ટરને હટાવવામાં આવી રહ્યાં છે, જેના કારણે દારૂ માફિયા પોતાનો ગેરકાયદેસર કારોબાર ચલાવી રહ્યાં છે.
આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં બેનામી દારૂની દુકાનો બંધ થશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, દિલ્હીમાં સરકાર દારૂની દુકાન ચલાવશે નહીં. તેમણે કહ્યું કે, દારૂની દુકાન ચલાવવી સરકારની જવાબદારી નથી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેટલાક વિસ્તાર ઓવર સર્વ્ડ છે અને કેટલાક અન્ડરસર્વ્ડ છે જેના કારણે લીકર માફિયાનો કારોબાર ચાલે છે. 20 ટકા દિલ્હી ઓવર સર્વ્ડ છે, જ્યાં ઘરોમાંથી કારોબાર ચાલે છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં નવી દારૂની દુકાન ખુલશે નહીં. ક્વોલિટીની તપાસ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે