દિલ્હી સરકારે શરૂ કરી ઓટો-ટેક્સી અને ઇ-રિક્ષા ચાલકોને 5 હજાર રૂપિયા આપવાની પ્રોસેસ

આ લાભ ઓટો રિક્શા, ટેક્સી, ગ્રામીણ સેવા, ફાટફાટ સેવા, મેક્સી કેબ, ઇકો-ફ્રેંડલી સેવા, ઇ-રિક્ષા અને સ્કૂલ કેબ વગએરે પબ્લિક સેવા વાહન સંબંધિત ચાલકોને મળશે. તેના માટે પાત્ર ચાલકોને દિલ્હી પરિવવહન વિભાગની વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરવી પડશે.

દિલ્હી સરકારે શરૂ કરી ઓટો-ટેક્સી અને ઇ-રિક્ષા ચાલકોને 5 હજાર રૂપિયા આપવાની પ્રોસેસ

નવી દિલ્હી: દિલ્હી સરકારે લોકડાઉનના લીધે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પબ્લિક સેવા વાહન ચાલકોને નાણાકીય મદદ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત અનુસાર પીએસવી (પબ્લિક સેવા વ્હીકલ્સ) ચાલકોને 5-5 હજાર રૂપિયાનો એક હપ્તો તેમના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે. સરકાર પાસેથી આ આર્થિક મદદ ફક્ત એક જ વાર આપવામાં આવી રહી છે. 

આ લાભ ઓટો રિક્શા, ટેક્સી, ગ્રામીણ સેવા, ફાટફાટ સેવા, મેક્સી કેબ, ઇકો-ફ્રેંડલી સેવા, ઇ-રિક્ષા અને સ્કૂલ કેબ વગએરે પબ્લિક સેવા વાહન સંબંધિત ચાલકોને મળશે. તેના માટે પાત્ર ચાલકોને દિલ્હી પરિવવહન વિભાગની વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરવી પડશે. અરજીની પ્રક્રિયા આગામી 13 એપ્રિલથી શરૂ થશે અને 27 એપ્રિલ સુધી ચાલુ રહેશે. 

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું હતું કે દિલ્હી સરકાર પબ્લિક સેવા વાહન જેમ કે ઓટો રિક્ષા, ટેક્સી વગેરે સાથે જોડાયેલા ચાલકોને કોરોના વાયરસના સંકટના લીધે લોકડાઉનના લીધે ઉત્પન્ન થયેલી સ્થિતિમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પૈસા સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવશે. તેમને આ સંકટ સમયમાં ખૂબ મદદ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news