Delhi-NCR માં વરસાદ, અનેક ફ્લાઇટો ડાયવર્ટ, કડકડતી ઠંડી માટે રહો તૈયાર

Delhi Rain: સોમવારે સાંજે દિલ્હી-NCRમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે પહેલાથી જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.
 

Delhi-NCR માં વરસાદ, અનેક ફ્લાઇટો ડાયવર્ટ, કડકડતી ઠંડી માટે રહો તૈયાર

Delhi Rain: સોમવારે સાંજે દિલ્હી-NCRમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે પહેલાથી જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. વરસાદ બાદ દિલ્હી-NCRની હવાની ગુણવત્તામાં પણ સુધારો થવાની આશા છે. તેમજ વરસાદના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોના લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો 
આ પહેલાં મોનિટરિંગ એજન્સીઓએ કહ્યું હતું કે શાંત પવન અને વાદળછાયું આકાશને કારણે આજે સવારે દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીની નજીક હતી. ગઈકાલે રવિવારે IMD એ દિલ્હી અને આસપાસના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી હતી. IMDના વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ કહ્યું હતું કે આવતીકાલ સુધી દિલ્હી પર વાદળો છવાયેલા રહેશે. તેમણે કહ્યું હતું કે મધ્ય પાકિસ્તાનમાં તીવ્ર પરિભ્રમણને કારણે પશ્ચિમી વિક્ષેપને કારણે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી વધારે છે. દિવસની શરૂઆત ભારે પવન સાથે થઈ હતી.

ઘણી ફ્લાઈટ્સ ડાઈવર્ટ થઈ
દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે જયપુર જતી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. જયપુરથી બે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. આ સાથે એર ઈન્ડિયાની સિડનીથી દિલ્હીની ફ્લાઈટ AI-301, ઈન્ડિગોની ચેન્નાઈથી દિલ્હી ફ્લાઈટ 6E-2316, વિસ્તારાની ગુવાહાટીથી દિલ્હી ફ્લાઈટ UK-742, ઈન્ડિગોની ગોરખપુરથી દિલ્હી ફ્લાઈટ 6E-2086, એર ઈન્ડિયાની કોલકાતાથી દિલ્હી ફ્લાઈટ AI -768, ઈન્ડિગોની ડિબ્રુગઢથી દિલ્હી ફ્લાઇટ 6E-6604ને પણ ડાયવર્ટ કરવી પડી હતી.

ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો 
IMDએ ઉત્તર ભારતમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે 28 નવેમ્બરથી દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ધુમ્મસ વધવાની પણ આગાહી કરી છે. IMDના અનુમાન અનુસાર, દિલ્હીમાં હાલમાં વાદળછાયું વાતાવરણ છે અને આગામી 12-18 કલાક સુધી હવામાન આવું જ રહેશે. રાત્રિના સમયે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં થોડું ઓછું છે.

રાજસ્થાનમાં હળવો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 6 સેમી વરસાદ બાડમેરના સિંદરી વિસ્તારમાં થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે પશ્ચિમ રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થયો છે. પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ
સોમવારે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદ બાદ હવામાં ઠંડકનો અનુભવ થયો હતો. IMD એ 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે, જે પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ કરા, જોરદાર પવન અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના દર્શાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news