10 કરોડનો ચૂનો ચોપડનાર કેજરીવાલના કૌભાંડી ભાણીયાની ધરપકડ

આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરૂવારે મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ PWD સ્કેમમાં કેજરીવાલના સાઢૂના દિકરા વિનય બંસલની ધરપકડ કરવામાં આવી છે. 

10 કરોડનો ચૂનો ચોપડનાર કેજરીવાલના કૌભાંડી ભાણીયાની ધરપકડ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરૂવારે મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ PWD સ્કેમમાં કેજરીવાલના સાઢૂના દિકરા વિનય બંસલની ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI એ આ વિશે જાણકારી આપી. કહેવામાં આવી રહ્યું છે કે એસીબીએ આ ધરપકડ ગુરૂવાર સવારે કરી.

જોકે, એન્ટી કરપ્શન બ્રાંચ (ACB) એ ગત વર્ષે જૂન મહિનામાં લોક નિર્માણ વિભાગ (PWD)માં ગોટાળાને લઇને ત્રણ એફઆઇઆર દાખલ કરી હતી. તેમાંથી એક એફઆઇઆરમાં કેજરીવાલના સાઢૂ સુરેંદ્ર બંસલની કંપની રેણુ કંસ્ટ્રકશન્સનું નામ છે. અરવિંદ કેજરીવાલના સાઢૂ સુરેંદ્ર બંસલ પર PWDમાં છેતરપિંડીના આરોપ લાગ્યા હતા, પરંતુ ગત વર્ષે જ તેમનું મોત નિપજ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે આ કથિત કૌભાંડમાં આરોપ છે કે કેજરીવાલના સાઢૂના કંપનીએ રસ્તા અને સીવરના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતા કરી. કંપનીએ ડુપ્લીકેટ બિલ લગાવીને સરકારને 10 ચૂનો ચોપડ્યો હતો. આ મુદ્દે 24 એપ્રિલના રોજ એસીબીએ 10 કરોડ રૂપિયાના પીડબ્લ્યૂડીના કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના દિવંગત સાઢૂ સુરેંદ્ર કુમાર બંસલના નિવાસસ્થાને રેડ પાડી હતી. એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ રેડ બંસલના નિવાસસ્થાને અને એજન્સીની તપાસના દાયરામાં આવેલા પ્રમોટરોના બે અન્ય કાર્યલયો પર કરવામાં આવી. રેડ દરમિયાન તપાસકર્તાઓએ ઘણા દસ્તાવેજ જપ્ત કર્યા હતા.

દિલ્હીની કોર્ટને એસીબીએ તે સમયે જણાવ્યું હતું કે તેણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા અન્ય વિરૂદ્ધ કથિત પીડબ્લ્યૂડીના કૌભાંડ મામલે ફરિયાદ પર ત્રણ એફઆઇઆર નોંધાવી છે. આ સાથે જ કોર્ટે એસીબીને ફરિયાદકર્તા પર ખતરાને જોતાં નવેસરની આકલન કરવાની સૂચના આપી હતી. એસસીબીએ કોર્ટને જણાવ્યું કે આ મામલે ત્રણ પ્રાથમિકી દાખલ કરતાં ઘણા સ્થળો પર રેડ પાડી દસ્તાવેજો જપ્ત કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news