સેનાના જવાનો સાથે પ્રધાનમંત્રી કરી રહ્યાં છે દિવાળીની ઉજવણી, જવાનોનો જુસ્સો વધારવા કારગિલ પહોંચ્યા મોદી

સેનાના જવાનો સાથે પ્રધાનમંત્રી કરી રહ્યાં છે દિવાળીની ઉજવણી, જવાનોનો જુસ્સો વધારવા કારગિલ પહોંચ્યા મોદી

સેનાના જવાનો સાથે પ્રધાનમંત્રી કરી રહ્યાં છે દિવાળીની ઉજવણી, જવાનોનો જુસ્સો વધારવા કારગિલ પહોંચ્યા મોદી

નવી દિલ્લીઃ દિવાળીએ દેશનો સૌથી મોટો તહેવાર છે. દરેક ધર્મ અને સમુદાયના લાકો આ પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે વર્ષોથી ચાલતી આવતી પરંપરા પીએમ મોદીએ આ વખતે પણ જાળવી રાખી છે. પ્રધાનમંત્રી મોદી વર્ષોથી સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વખતે પણ તેઓ સેનાના જવાનોનો હોંશલો વધારવા માટે તેમની વચ્ચે પહોંચ્યાં છે. પીએમ મોદી આ વર્ષે પ્રધાનમંત્રી તરીકે સતત 9મી વાર સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યાં છે.

 

 

દિવાળીની ઉજવણી કરવા માટે પ્રધાનમંત્રી મોદી જમ્મુ-કશ્મીરના કારગિલ ખાતે પહોંચ્યાં છે. જ્યાં પીએમ મોદીએ સેનાના જવાનોની મુલાકાત લીધી. તેમની સાથે વર્તાલાપ કર્યાં. એટલું જ નહીં તેમણે સેનાના જવાનોને હાથ મિલાવીને તેમને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. એટલું જ નહીં પ્રધાનમંત્રી મોદીએ દર વર્ષની જેમ સેનાના જવાનો સાથે સમય વિતાવીને તેમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો.

 

 

ઉલ્લેખનીય છેકે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ દર વર્ષે ભારતીય સેનાના જાંબાઝ જવાનો સાથે જ દર વર્ષે દિવાળીની ઉજવણી કરતા હતાં. તેઓએ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ આ પરંપરાને જાળવી રાખી છે. અને હવે તેઓ દેશના અગ્રીમ સુકાની તરીકે સુરક્ષા દળોના જવાનોનો આ પ્રકારે સતત હોંશલો વધારતા રહે છે. આ ઉપરાંત પીએમ મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને પણ દિવાળાની પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news