દિવાળીમાં ઘરમાં બનાવાય છે રંગોળી? જાણો રંગોના કોમ્બિનેશનની જીવન પર થાય છે કેવી અસર

Rangoli at Diwali 2024: દિવાળીના તહેવારમાં રંગોળીનું છે ખુબ મહત્વ, કલરફૂલ રંગોળી પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ? જાણો દિવાળીના તહેવારો અંગેની સૌથી રોચક વાતો...

દિવાળીમાં ઘરમાં બનાવાય છે રંગોળી? જાણો રંગોના કોમ્બિનેશનની જીવન પર થાય છે કેવી અસર

Rangoli at Diwali 2024: હાલ દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. ચારે તરફ રોનક જોવા મળી રહી છે. દિવાળીના તહેવારમાં ઘરની સાફ સફાઈ, ફટાકડા અને નવા કપડાની ખરીદી સૌ કોઈ કરતાં હોય છે. દિવાળીના તહેવારમાં દિવડાઓની સાથે સાથે રંગોળીનું ખુબ જ મહત્વ રહેલું છે. દિવાળીમાં દરેક લોકોના ઘરે રંગોળી બનાવાઈ છે. ત્યારે રંગોળી પાછળ શું છે મહત્વ તે આજે અમે તમને જણાવીશું.

દિપાવલીના તહેવારના જે દિવસો હોય છે તે કૃષ્ણ પક્ષમાં આવતા હોય છે. જેથી આકાશમાં ચંદ્ર દેખાતો નથી. ઘરની બહાર તેમજ આંગણામાં રંગોળી કરવા પાછળનો મુખ્ય હેતુ એ હોઈ છે કે, ઘરની અંદર શુભ લક્ષ્મીનો વાસ થાય. તેમજ ઘરની અંદર શાંતિ પણ જળવાઈ રહે.વિસ્તારો મુજબ રંગોળીની સ્ટાઈલ, રંગોળીનું નામ અને તેમાં વપરાતી વસ્તુઓ બદલાય છે. ગુજરાતમાં રંગોળીનું નામ સાથિયા છે, તો મહારાષ્ટ્રમાં રંગાવલી, કેરલમાં કરવામાં આવતી ફૂલની રંગોળી પૂવીડલ કહેવામાં આવે છે. 

રંગોળી બનાવવાની ટિપ્સઃ
-જે જગ્યા પર રંગોળી બનાવવાની હોય તે જગ્યાએ ગેરૂ લગાવી દેવું.
-ટપકાંવાળી રંગોળી કરવી હોયતો ટપકાં પાડી દેવા.
-આ સિવાય ટપકાં વાળી ના કરવી હોય અને ડિઝાઈન વાળી કરવી હોય તો ચોકથી ડિઝાઈન કરી દેવી.
-મોટી રંગોળી પૂરવી હોય તો રંગ પૂરવા ચારણી કે ગરણીનો ઉપયોગ કરી શકાય.
-રંગોળીની ખાલી જગ્યા પર દિવા કે પછી ફ્લાવરનું ડેકોરેશન કરી શકાય.

રંગોળીનું વૈજ્ઞાનિક કારણઃ
રંગોળી કરવાથી કોન્સટ્રેશન વધે છે. રંગોળી મુખ્યત્વ તર્જની અને અંગૂઠાની મદદથી થાય છે. આ આંગળીઓનો ઉપયોગ મુદ્રા માટે પણ થાય છે. રંગોળીની સાઈકોલોજીકલ ઈફેક્ટ પણ હોય છે. ચિરોળી કલરમાં ક્રીસ્ટલ હોય છે. ક્રીસ્ટલમાં એનર્જી હોય છે. તેની પોઝિટીવ અસર શરીરમાં પણ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news