કાનપુરમાં અચાનક કાચા મકાનો પર માટી ભરેલુ ડમ્પર ઘુસી ગયું: 6 લોકોનાં મોત
માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી અને સ્થાનીક લોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ કર્યું, પોલીસે શબોને કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
Trending Photos
નવી દિલ્હી : કાનપુર - અલ્હાબાદ હાઇવે પર માટીથી લદાયેલ એક ડંપર બેકાબુ થઇને માર્ગ કિનારે બનેલા કાચા મકાન પર પલટી ગઇ. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર મહારાજપુર વિસ્તારમાં જીટી રોડના કિનારે કાચા મકાનોમાં ઘણા પરિવારો રહે છે. શુક્રવારે રાત્રે જ્યારે લોકો ઇદની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારનાં લોકોએ એક ધડાકો સાંભળ્યો હતો. લોકોએ જોયું કે માટીથી લદાયેલ એક ડંપર બે મકાનને ક્ષતિગ્રસ્ત થઇને પલટી ગઇ હતી અને તેમાં રહેનારા ઘણા લોકો દબાયેલા હતા.
![Dumper reflex on raw houses in kanpur, 6 died](http://sth.india.com/hindi/sites/default/files/kanpur-Dumper.gif)
માહિતી મળતા જ પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ કર્યું. પોલીસે શબોને કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટના બાદ લોકોએ માટી હટાવી પરંતુ ત્યા સુધી એખ જ પરિવારનાં પાંચ લોકોના મૃત્યુ થઇ ચુક્યા હતા. આ વિસ્તારના લોકોનો આરોપ છે કે પોલીસની મિલીભગનાં કારણે ડ્રાઇવર નશામાં ગાડી ચલાવે છે અને તેનાં કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે.
એક જ પરિવારનાં 5 લોકોનાં મોત
ઘટના બાદ લોકોએ માટી હટાવી પરંતુ ત્યા સુધી એક જ પરિવારનાં પાંચ લોકોના મોત થઇ ચુક્યા હતા. આ સાથે જ બીજા ઘરની એખ મહિલાએ પણ છેલ્લા શ્વાસ લીધો હતો. દર્દનાક દુર્ઘટના જોઇએ સ્થાનિક લોકો હતપ્રભ થઇ ગયા હતા. લોકોએ જણાવ્યું કે, બંન્ને ટ્રક ખુબ જ સ્પીડમાં હતા. ટક્કરથી બચવા માટે એક ડંપર અનિયંત્રિત થઇને ઘરમાં ઘુસ્યું. હાલ ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓ હાજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે