ઉત્તર થી દક્ષિણ સુધી ભયંકર તોફાન, 30થી વધુના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત

રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે સાંજે ચાર વાગ્યે અંધારૂ છવાઇ ગયું : હવામાન વિભાગે પહેલા જ ચેતવણી ઇશ્યું કરી હતી

 

 ઉત્તર થી દક્ષિણ સુધી ભયંકર તોફાન, 30થી વધુના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરનું વાતાવરણમાં આજે સાંજે અચાનક પલટો આવ્યો. ભારે પવન અને તોફાન આવતા ધૂળની ડમરીઓ ઉડી હતી. દિલ્હી એનસીઆરમાં ઘણી જગ્યાએ નુકસાન થવાના સમાચાર છે. હરિયાણાના ઇજ્જર-જીંદમાં ભારે પવન કહેર મચાવ્યો. દિવસના જ અંધારપટ છવાઈ ગયો હતો. દિલ્હી, ગુરૂગ્રામ અને નોઈડાના ઘણા વિસ્તારમાં વિજળી ગૂલ થઈ ગઈ હતી. હરિયાણાના ઇજ્જરમાં છાંટા પડવાના સમાચાર છે. મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઘણી જગ્યાએ રોડ પર ઝાડ અને વિજળીના થાંભલા પડ્યા છે.  મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે. આ આકંડો હજુ વધી શકે છે. 

ઉત્તર ભારતમાં અત્યાર સુધી 20 લોકોના મોતના સમાચાર છે
દિલ્હી અને એનસીઆરમાં તોફાનને કારણે અત્યાર સુધી 5 લોકોના મોત, 50થી વધુને ઈજા પહોંચી છે. ગ્રેટર નોઇડામાં એક મહિલાનું મોત થયું છે. ગાઝિયાબાદના લાલકુંઆમાં 2 લોકોના મોત, દિલ્હીના જૈતપુરમાં એક વ્યક્તિનું મોત, દિલ્હીના પાંડવ નગરમાં એક મહિલાનું મોત થયું છે. 

ઉત્તર પ્રદેશમાં 9 લોકોના મોત, 28 ઈજાગ્રસ્ત

આંધ્ર પ્રદેશમાં સાત લોકોના મોત.

પશ્ચિમ બંગાળમાં ચાર લોકોના મોત. 

— ANI (@ANI) May 13, 2018

દિલ્હી પોલીસ પ્રમાણે 189 ઝાડ પડ્યા છે. ભારે પવનને કારણે 40 વિજળીના થાંભલા પડ્યા છે. ટીન શેડ અને છત્તનો ભાગ અને આવી બીજી 31 વસ્તુઓ પડી છે. સાંજે સાડાસાત કલાક સુધી 260 પીસીઆપ કોલ મલ્યા છે. 

વિભાગનાં એલર્ટ અનુસાર દિલ્હી આસપાસ અને યુપીમાં તોફાન આવવાનો ખતરો યથાવત્ત છે. વિભાગે એલર્ટ આપ્યું તે અનુસાર દિલ્હી અને આસપાસ અને યુપીમાં તોફાન આવવાનો ખતરો યથાવત્ત છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, ધુળવાળી આંધી ચાલવાની સાથે ભારે વરસાદ થશે.ટ
આ ફેરફાર પહાડો પર નવા પશ્ચિમી વિક્ષોભ બનવાનાં કારણે થયું. તેની અસર મેદાની વિસ્તારો પર પડી. તેની અસર મેદાની વિસ્તારો પર પડી. હવામાન વિભાગે તે ઉપરાંત યૂપીનાં તમામ જિલ્લાઓને પણ એલર્ટ આપ્યું છે. તેની ચેતવણી બાદ યુપી સરકારની તરપતી તંત્રને અધિકારીઓએ આ અંગે માહિતી આપવામાં આવી છે અને કોઇ પણ પરિસ્થિતી માટે તૈયાર રહેવા માટેનાં નિર્દેશોપણ આપ્યા છે. ગત્ત દિવસોમાં યુપીમાં તોફાનથી સૌથી વધારે નુકસાન થયું હતું. 100 કરતા વધારે લોકોનાં જીવ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news