Bengal Assembly Election: મુસ્લિમોને મતની અપીલ પર મમતાને નોટિસ, ચૂંટણી પંચે માંગ્યો જવાબ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે નવા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. 

Bengal Assembly Election: મુસ્લિમોને મતની અપીલ પર મમતાને નોટિસ, ચૂંટણી પંચે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Election) ચાલી રહી છે. અહીં ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યુ છે. આ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જી નવા વિવાદોમાં ફસાયા છે. ચૂંટણીમાં મુસ્લિમોને મતદાન કરવાની અપીલને લઈને મમતા બેનર્જી ફસાયા છે. ચૂંટણી પંચે મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જીને નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે આ મામલામાં 48 કલાકમાં જવાબ માંગ્યો છે. ૉ

મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાની જનસભામાં મમતા બેનર્જીના નિવેદનનો ઉલ્લેખ કરતા ધર્મના આધાર પર મત માંગવા અને વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

પીએમ મોદીએ એક રેલીમાં મંગળવારે કહ્યુ, 'આદરણીય દીદી, તમે હાલમાં કહ્યુ હતુ કે, બધા મુસલમાન એક થઈ જાઓ.. મતનું વિભાજન ન થવા દો..' તેમણે આગળ કહ્યું, જો અમે આ કહ્યું હોત કે બધા હિન્દુ એક થઈ જાવ અને ભાજપને મત આપો... તો અમને ચૂંટણી પંચની 8-10 નોટિસ મળી જાત. દેશના બધા સંપાદકીય અમારી વિરુદ્ધ હોત. 

ભાજપે મમતા બેનર્જીના નિવેદનને લઈને પાંચ એપ્રિલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે મમતા બેનર્જીના નિવેદનને વાંધાજનક ગણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news