Hyderabad: આ રીતે કરી 250 કિલો સોનાની હેરાફેરી, Preet Agarwal અરેસ્ટ
ઇડી (Enforcement Directorate) એ સોનાની તસ્કરી (Gold Smuggling) ના મામલે કલકત્તાના જ્વેલર પ્રીત અગ્રવાલને મની લોન્ડ્રીંગ હેઠળ કેસ દાખલ કરીને ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. ઇડી (ED) એ ધરપકડ બાદ હૈદ્રાબાદમાં 5 જગ્યાએ રેડ પાડી છે.
Trending Photos
હૈદ્રાબાદ: ઇડી (Enforcement Directorate) એ સોનાની તસ્કરી (Gold Smuggling) ના મામલે કલકત્તાના જ્વેલર પ્રીત અગ્રવાલને મની લોન્ડ્રીંગ હેઠળ કેસ દાખલ કરીને ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. ઇડી (ED) એ ધરપકડ બાદ હૈદ્રાબાદમાં 5 જગ્યાએ રેડ પાડી છે.
તમને જણાવી દઇએ કે (ED) પહેલાંથી જ આ કેસની તપાસ ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઇંટેલિજેન્સ (Directorate of Revenue Intelligence) કરી રહી હતી. આ કેસમાં પ્રીત અગ્રવાલના ભાઇ અજય અગ્રવાલ અને પિતા સંજય અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી.
એક્સપોર્ટના નામ પર પ્રાપ્ત કર્યું ડ્યૂટી ફ્રી સોનું
આરોપ છે કે પ્રીત અગ્રવાલે પોતાના પિતા અને ભાઇની સાથે મળીને જ્વેલરી એક્સપોર્ટ કરવા માટે MMTC/State Trading Corporation of India Ltd અને Diamond India Ltd દ્રારા ડ્યૂટી ફ્રી સોનું આયાત કર્યું. પરંતુ જ્વેલરી બનાવી એક્સપોર્ટ કરવાના બદલે આ જ્વેલરી ભારતીય બજારમાં વેચી દીધી.
250 કિલો સોનાની હેરાફેરી
તપાસ અનુસાર 250 કિલોગ્રામ ડ્યૂટી ફ્રી સોનું ભારતીય બજારોમાં વેચવામાં આવ્યું જેથી સરકારને તો કરોડોનું નુકસાન થયું પરંતુ આ ત્રણેય આરોપીઓએ ખૂબ પૈસા કમાયા.
જે પ્રમાણે આ આરોપીએ જ્વેલરી એક્સપોર્ટ કરવા માટે ડ્યૂટી ફ્રી સોનું મંગાવ્યું અને પછી તેને સોનાને લોકલ બજારમાં વેચી દીધું, પહેલો કેસ સામે આવ્યો હતો અને એટલા માટે આ ત્રણેય આરોપી પર સખત એક્ટ લગાવ્યો છે. આ કાયદા હેઠળ તસ્કરી કરવા, સામેલ થવા, તસ્કરીના સામાનને વેચવા, લઇ જવા જેવા કેસમાં આરોપોઈ પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Disease X: કોરોના વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી નવા વાયરસની ચેતાવણી, થઇ છે 7.5 કરોડ લોકોના મોત
ડીઆરઆઇ (DRI) ના આ કેસ બાદ ઇડી (ED) એ મની લોન્ડ્રીંગનો કેસ દાખલક અરી તપાસ શરૂ કરી અને પ્રીત અગ્રવાલની ધરપકડ કરી. ઇડી (ED) એ રેડમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ અને પુરાવા મળી આવ્યા છે, જેથી ખબર પડે છે કે આરોપીઓને હવાલા દ્રારા પૈસા લીધા છે અને સાથે જ બીજા નામ પર પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે.
તમને જણાવી દઇએ કે ડીઆરઆઇ (DRI) અને ઇડી (ED) ઉપરાંત સીબીઆઇ (CBI) પણ આરોપી પ્રીત અગ્રવાલના પિતા સંજય અગ્રવાલ વિરૂદ્ધ બેંકથી 65 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં કેસ દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે