Delhi Excise Policy: મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો, EDએ દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ

Delhi Excise Policy Case: ઈડીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. 

Delhi Excise Policy: મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો, EDએ દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ

નવી દિલ્હીઃ ED Filed Case Against Manish Sisodia: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની આકબારી નીતિ 2021-22 મામલામાં દિલ્હીના  નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરી લીધો છે. આબકારી નીતિ મામલામાં કથિત ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ પહેલા મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી ચુકી છે. સીબીઆઈએ આ મામલાને લઈને દિલ્હી સ્થિત સિસોદિયાના નિવાસ્થાન સહિત 31 સ્થળે દરોડા પાડ્યા હતા. 

સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમના વિરુદ્ધ આ જૂઠ્ઠો મામલો છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, આ ખોટા મામલા છે. હું એક ઈમાનદાર વ્યક્તિ છું. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ ટીમની સાથે છું એટલે આ કરવામાં આવી રહ્યું છે. તેનું નિશાન અરવિંદ કેજરીવાલ છે. 

— ANI (@ANI) August 23, 2022

મનીષ સિસોદિયાએ ભાજપને લઈને સનસનીખેજ દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'મને ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે જો હું આણ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થાવ તો તમામ કેસ બંધ કરી દેવામાં આવશે.' પરંતુ ભાજપે મનીષ સિસોદિયાના આ દાવાનું ખંડન કર્યું છે અને તેમને પૂરાવા રજૂ કરવાનું કહ્યું છે.

આ મામલાને લઈને મનીષ સિસોદિયા જલદી પોતાની ધરપકડ થવાની વાત કહી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, સત્યેન્દ્ર જૈન જેલમાં છે. 2-3 દિવસમાં મારી ધરપકડ થઈ જશે. આ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ રોકવાનું ષડયંત્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news