Delhi CM: અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે કે નહીં? જાણો શું કહે છે બંધારણ વિશેષજ્ઞ
રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીના 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કેજરીવાલ સીએમ પદ પર રહેશે કે નહીં.
Trending Photos
રાઉજ એવન્યૂ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીના 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કેજરીવાલ સીએમ પદ પર રહેશે કે નહીં. શુક્રવારે ઈડીએ કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આ બધા વચ્ચે સંવિધાન વિશેષજ્ઞ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની દુબેનું કહેવું છે કે ભારતના કાયદામાં કોઈ એવી જોગવાઈ તો નથી કે જેનાથી જો કોઈ મુખ્યમંત્રીને રિમાન્ડ કે જેલમાં મોકલવામાં આવે તો તેનું પદ જતું રહેશે. પદ એ People''s Representation Act હેઠળ ત્યારે જાય છે જ્યારે વ્યક્તિને સજા થાય છે.
તેમનું માનવું છે કે અરવિંદ કેજરીવાલ જેલ કે પછી રિમાન્ડમાં રહીને મુખ્યમંત્રી પદ પર તો રહી શકે છે પરંતુ સરકાર ચલાવી શકશે અને સરકારના કામકાજ કરી શકશે કે નહીં એ મોટો સવાલ છે. કારણ કે Delhi Prison Act મુજબ કોઈ પણ આરોપી જે અટકાયતમાં હોય કે પછી જેલમાં હોય તો અધિકૃત કાર્ય જેમ કે ફાઈલને સાઈન કરી શકતો નથી. એ જ રીતે પદ પર બિરાજમાન કોઈ મંત્રી કે મુખ્યમંત્રીની રોજની સરકારી બેઠક કરવી એ પણ Delhi Prison Act અને Delhi Prison Rules હેઠળ શક્ય નથી.
ઉપરાજ્યપાલ શું વલણ અપનાવે છે
એટલું જ નહીં સંબારણ વિશેષજ્ઞ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની દુબેના જણાવ્યાં મુજબ રાજ્યમાં બંધારણ મશીનરીનો રિપોર્ટ રાજ્યપાલ કે ઉપરાજ્યપાલ આપે છે. આવામાં જોવાનું એ રહેશે કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં ઉપરાજ્યપાલ શું વલણ અપનાવે છે. હાલ હવે તો એ જોવાનું રહેશે કે આગળ શું થાય છે.
કેજરીવાલ પર અનેક ગંભીર આરોપ
બીજી બાજુ ઈડીએ પોતાની રિમાન્ડ અરજી પર કોર્ટમાં સુનાવણી દરમિાયન ધરપકડ કરાયેલા સીએમ અરવિંદ કેજરીવાલ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. એજન્સીએ કહ્યું છે કે કેજરીવાલે દારૂના વેપારીઓ પાસેથી ચૂંટણી માટે 100 કરોડનું ફંડ માંગ્યુ હતું. જેમાં 4 અલગ અલગ રૂટથી 45 કરોડ રૂપિયા ગોવા ચૂંટણીમાં મોકલવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે