Farmers Protest: સિંઘુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, કરી આ માગણી
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે ધરણા ધરવા માટે બુરાડીના મેદાનમાં જવાની સરકારની અપીલ ફગાવી દીધી છે. ખેડૂતોએ કહ્યું કે તેઓ સિંઘુ બોર્ડરથી નહીં હટે. જો સરકારે વાતચીત કરવી હોય તો અહીં આવીને વાત કરે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે ધરણા ધરવા માટે બુરાડીના મેદાનમાં જવાની સરકારની અપીલ ફગાવી દીધી છે. ખેડૂતોએ કહ્યું કે તેઓ સિંઘુ બોર્ડરથી નહીં હટે. જો સરકારે વાતચીત કરવી હોય તો અહીં આવીને વાત કરે.
સિંઘુ બોર્ડર પર જામી બેઠેલા ખેડૂતોએ અપનાવ્યું અડિયલ વલણ
છેલ્લા બે દિવસથી સિંઘુ બોર્ડર પર જામી બેઠેલા પંજાબના ખેડૂતોએ કહ્યું કે સરકાર જો આ મુદ્દાનો ઉકેલ લાવવા માંગતી હોય તો તે પોતે વાતચીત કરવા માટે અહીં આવે અને તેમની માગણીઓનો ઉકેલ લાવવાનું લેખિતમાં વચન આપે. ખેડૂતોએ અડિયલ વલણ અપનાવતા કહ્યું કે જો સરકારે તેમની માગણી ન માની ત તેઓ પણ સિંઘુ બોર્ડર પરથી હટશે નહીં.
દિલ્હીની ગાજીપુર બોર્ડર ઉપર પણ સેંકડો ખેડૂતો
આ અગાઉ દિલ્હીની ગાજીપુર બોર્ડર ઉપર પણ પશ્ચિમી યુપીના સેંકડો ખેડૂતોની સાથે ભારતીય ખેડૂત યુનિયને પણ બુરાડી મેદાન આવવાની ના પાડી દીધી. યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તી રાકેશ ટિકૈતે કહ્યું કે રાજધાનીમાં અત્યાર સુધીમાં તમામ મોટા ધરણા પ્રદર્શનો જંતર મંતર કે રામલીલા મેદાનમાં થયા છે. બુરાડી મેદાનમાં આજ સુધી કોઈ પ્રદર્શન થયું નથી. તો પછી સરકાર ખેડૂતોને બુરાડીના મેદાનમાં મોકલવા પર કેમ અડી છે.
બુરાડી મેદાનમાં નહીં જાય ખેડૂતો
તેમણે કહ્યું કે પશ્ચિમી યુપીના ખેડૂતો બુરાડી મેદાનમાં જશે નહીં અને ગાજીપુર બોર્ડર પર બેસીને જ પંજાબ-હરિયાણાના ખેડૂતોના સમર્થનમાં આંદોલન કરશે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તેમની વચ્ચે આવે અને તેને પોતાની પ્રતિષ્ઠાનો સવાલ ન બનાવે. રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો પોતાના અધિકારોની લડત લડવા માટે લાંબી તૈયારી કરીને આવ્યા છે. જો તમને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં 26 જાન્યુઆરીની પરેડ જોઈને જ જશે.
પંજાબ-હરિયાણાના ખેડૂતો સિંઘુ બોર્ડર પર અડીખમ
અત્રે જણાવવાનું કે પંજાબ-હરિયાણાથી આવેલા સેંકડો ખેડૂતો સિંઘુ બોર્ડર પર છે જ્યારે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી આવેલા ખેડૂતોએ ગાજીપુર બોર્ડર પર ડેરો જમાવ્યો છે. ખેડૂતો દિલ્હીના જંતર મંતર કે પછી રામલીલા મેદાનમાં ધરણા પ્રદર્શન કરવા માગે છે. પરંતુ હાલ સરકારે બુરાડી મેદાન તૈયાર કરાવ્યું છે. આ બધા વચ્ચે ખેડૂતોના પ્રદર્શનના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ છે.
ગૃહમંત્રી અમિત શાહે કરી હતી વાતચીતની પહેલ
ખેડૂતોના ઉગ્ર બની રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મામલાનો ઉકેલ લાવવાની પહેલ કરી હતી. તેમણે ખેડૂતોને વાતચીત માટે આમંત્રિત કરતા કહ્યું કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરે વાતચીત માટે ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. જો ખેડૂતો ઈચ્છે તો તે પહેલા પણ વાતચીત શક્ય છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ રસ્તાઓ પર જામ કરવાની જગ્યાએ દિલ્હી પોલીસ તરફથી નક્કી કરાયેલા બુરાડીમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે