ઓવૈસીના ગઢમાં જ્યાં જુઓ ત્યાં ભગવો, ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કર્યા બાદ અમિત શાહનો રોડ શો 

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી(GHMC) માં ભાજપે પોતાની તાકાત ઝોંકી દીધી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રવાસ બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે છે. તેમણે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સિકંદરાબાદના વરસીગુડામાં રોડ શો કર્યો. આ અગાઉ તેમણે હૈદરાબાદના પ્રસિદ્ધ ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી. 

ઓવૈસીના ગઢમાં જ્યાં જુઓ ત્યાં ભગવો, ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કર્યા બાદ અમિત શાહનો રોડ શો 

હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી(GHMC) માં ભાજપે પોતાની તાકાત ઝોંકી દીધી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રવાસ બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે છે. તેમણે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સિકંદરાબાદના વરસીગુડામાં રોડ શો કર્યો. આ અગાઉ તેમણે હૈદરાબાદના પ્રસિદ્ધ ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી. 

ભાજપની જીત માટે ટોપના નેતાઓ મેદાનમાં ઉતર્યા
અત્રે જણાવવાનું કે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ભાજપની સક્રિય ભાગીદારી બાદ આ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. આ ચૂંટણી પ્રત્યે ભાજપની ગંભીરતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ભાજપે અહીં જીત મેળવવા માટે તમામ ટોપના નેતાઓને મેદાનમાં ઉતાર્યા. અત્યાર સુધી AIMIMના પ્રભુત્વમાં રહેલા આ નગર નિગમ ચૂંટણીમાં ભાજપની સક્રિયતાને ઔવૈસી બંધુઓની હેસિયત દેખાડવાની રણનીતિ ગણાવવામાં આવી રહી છે. 

— ANI (@ANI) November 29, 2020

અમિત શાહે ભાગ્યલક્ષ્મી મંદિરમાં કર્યું પૂજન
હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હૈદરાબાદની મુલાકાત લઈ ચૂક્યા છે. અમિત શાહ પણ આજે પહોંચ્યા. તેમણે રોડ શો પહેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા કરી. બપોર બાદ હૈદરાબાદના ભાજપ કાર્યાલય પર મીડિયાને સંબોધન પણ કરશે. 

— ANI (@ANI) November 29, 2020

દેશના મોટા નગર નિગમોમાંથી એક છે GHMC
મળતી માહિતી મુજબ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ દેશના મોટા નગર નિગમોમાંથી એક છે. આ નગર નિગમ  ચાર જિલ્લાઓને કવર કરે છે. જેમાં હૈદરાબાદ, રંગારેડ્ડી, મેડચલ-મલકજગિરી અને સંગારેડ્ડી આવે છે. આ સમગ્ર વિસ્તારમાં વિધાનસભાની 24 બેઠકો અને લોકસભાની 5 બેઠકો આવે છે. ગત નગર નિગમ ચૂંટણીમાં ભાજપના ફાળે ફક્ત 4 બેઠકો આવી હતી. જ્યારે TRS ને 99 અને AIMIMને 44 બેઠકો મળી હતી. ભાજપ આ નગર નિગમ પર કબ્જો જમાવીને ઓવૈસી ભાઈઓની રાજનીતિ પર પ્રહાર કરવાની સાથે તેલંગણામાં પણ પોતાનો આધાર વધારવાની રણનીતિ પર ચાલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news