Farmers Protest: આજે સરકાર અને ખેડૂતો વચ્ચે મહત્વની બેઠક, સમસ્યાનો ઉકેલ આવશે કે પછી ચાલુ રહેશે આંદોલન?

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 35માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આજે છઠ્ઠા રાઉન્ડનો સંવાદ થશે. બપોરે 2 કલાકે થનારી વાતચીતમાં ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ થશે. પાંચમા તબક્કાની વાતચીતના 25 દિવસ બાદ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે વાતચીત થવા જઈ રહી છે. એવી આશા છે કે આ બેઠકમાં કોઈ સમાધાન કાઢવાની કોશિશ કરવામાં આવશે. 

Farmers Protest: આજે સરકાર અને ખેડૂતો વચ્ચે મહત્વની બેઠક, સમસ્યાનો ઉકેલ આવશે કે પછી ચાલુ રહેશે આંદોલન?

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 35માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આજે છઠ્ઠા રાઉન્ડનો સંવાદ થશે. બપોરે 2 કલાકે થનારી વાતચીતમાં ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ થશે. પાંચમા તબક્કાની વાતચીતના 25 દિવસ બાદ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે વાતચીત થવા જઈ રહી છે. એવી આશા છે કે આ બેઠકમાં કોઈ સમાધાન કાઢવાની કોશિશ કરવામાં આવશે. 

કયો નવો ફોર્મ્યુલા લાવશે સરકાર
પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગણી પર અડી ગયા છે. આવામાં સવાલ એ ઉઠે છે કે સંશોધનો માટે પહેલેથી તૈયાર સરકાર કયો નવો ફોર્મ્યુલા લઈને આવશે અને શું ખેડૂતો આ નવા ફોર્મ્યુલાને સ્વીકારશે ખરા?  સૌથી મોટો સવાલ એ છે કે આજે ખેડૂતો અને સરકાર વચ્ચે ગતિરોધ ખતમ થઈ જશે?

અમિત શાહના ઘરે થઈ ચર્ચા
ખેડૂતો સાથે વાતચીત પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે મંગળવારે મંત્રીઓની એક બેઠક યોજાઈ. જેમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પીયુષ ગોયલ, અને કેન્દ્રીય મંત્રી સોમ પ્રકાશ સામેલ થયા. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. સરકાર તરફથી આજની બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ સામેલ થશે. 

સમાધાનનો સરકારી ફોર્મ્યુલા તૈયાર
સરકારે સમાધાન માટે ફાઈનલ ફોર્મ્યુલા તૈયાર કરી લીધો છે. સરકાર કાયદો રદ કરવાની માંગણી બાદ  કરતા તમામ માગણીઓ પર સરકાર ખેડૂતોને ફોર્મ્યુલા આપશે અને ખેડૂતો તરફથી સૂચવવામાં આવેલા મુદ્દાઓનો કાયદાકીય ઉકેલ લાવશે. આ ઉપરાંત ત્રણેય કાયદામાં ખેડૂતોના કેટલાક સૂચનો સ્વીકારી શકે છે. 

કયા મુદ્દાઓ પર વાત કરશે ખેડૂતો?
1- ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદા રદ કરવા માટે અપનાવવામાં આવનારી ક્રિયાવિધિ.
2. MSP પર ખરીદીની કાનૂની ગેરંટી આપવાની પ્રક્રિયા અને જોગવાઈ.
3. દિલ્હી-એનસીઆર અને આસપાસ વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ અધ્યાદેશ, 2020માં ખેડૂતોને દંડ બહાર રાખવાનું સંશોધન.
4. વિદ્યુત સંશોધન વિધેયક 2020 નો ડ્રાફ્ટ પાછો લેવાની પ્રક્રિયા.

ખેડૂતોએ સરકારને આપ્યું છે અલ્ટીમેટમ
આ બધા વચ્ચે ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે અને આગળ વાત ન બને તો આંદોલન પર કડકાઈ આચરવામાં આવશે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે આ વૈચારિક ક્રાંતિ છે. આ વિચાર આ ક્રાંતિને દબાવશો તો તે ચિંગારી બનશે. ખેડૂતોની વાત સરકારે માનવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news