Farmers Protest: ખેડૂત આંદોલન મુદ્દે આજે Sarva Khap ની મહાપંચાયત, લેવાઈ શકે છે મોટો નિર્ણય

દેશની રાજધાની દિલ્હી (Delhi) ની સરહદો પર  ખેડૂતોના આંદોલન (Farmers Protest) નો આજે 67મો દિવસ છે. ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે ત્રણેય કૃષિ કાયદા રદ કરાવાની માગણી પર મક્કમ છે. દિલ્હીની સરહદ પર મોટા પાયે ખેડૂતોનો જમાવડો થઈ ગયો છે. 

Farmers Protest: ખેડૂત આંદોલન મુદ્દે આજે Sarva Khap ની મહાપંચાયત, લેવાઈ શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ની સરહદો પર  ખેડૂતોના આંદોલન (Farmers Protest) નો આજે 67મો દિવસ છે. ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે ત્રણેય કૃષિ કાયદા રદ કરાવાની માગણી પર મક્કમ છે. દિલ્હીની સરહદ પર મોટા પાયે ખેડૂતોનો જમાવડો થઈ ગયો છે. 

બાગપતમાં સર્વખાપ મહાપંચાયત
ઉત્તર પ્રદેશના બાગપતમાં કૃષિ કાયદા (Farm Laws) મુદ્દે આજે સર્વખાપ મહાપંચાયત બોલાવવામાં આવી છે. જેમાં તમામ ખાપોના ચૌધરી દળ-બળ સાથે પહોંચશે. જેને લઈને ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. જો કે છેલ્લે મળતી માહિતી મુજબ સર્વ ખાપની મહાપંચાયતમાં હજુ સુધી કોઈ ખેડૂત પહોચ્યો નથી. આ બેઠક બપોરે 12 વાગે શરૂ થવાની હતી. 

પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM  Narendra Modi ) એ મન કી બાત કાર્યક્રમમાં હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઈને, દેશ પણ ખુબ દુ:ખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગત વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે કડક મહેનત કરીને આપણા સંકલ્પોને સિદ્ધ કરવાના છે. 

પીએમ ખેડૂતો પર કાયદો  થોપી રહ્યા છે
એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં નથી. પીએમ નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓના દબાણમાં ખેડૂતો પર કાયદા થોપી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news