Farmers Protest: Jind માં ખેડૂતોની મહાપંચાયતમાં મંચ તૂટ્યો, ખેડૂત નેતા રાકેશ ટિકૈત પડ્યા, જુઓ Video

કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં થઈ રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં હરિયાણાના જીંદમાં આજે મહાપંચાયતનું આયોજન થયું છે. આ મહાપંચાયતમાં ભારે ભીડના કારણે મંચ તૂટી ગયો. જે સમયે મંચ તૂટ્યો ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait)  પણ ત્યાં હાજર હતા. 

Farmers Protest: Jind માં ખેડૂતોની મહાપંચાયતમાં મંચ તૂટ્યો, ખેડૂત નેતા રાકેશ ટિકૈત પડ્યા, જુઓ Video

નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં થઈ રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ના સમર્થનમાં હરિયાણાના જીંદમાં આજે મહાપંચાયતનું આયોજન થયું છે. આ મહાપંચાયતમાં ભારે ભીડના કારણે મંચ તૂટી ગયો. જે સમયે મંચ તૂટ્યો ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait)  પણ ત્યાં હાજર હતા. 

રાકેશ ટિકૈતને થઈ થોડી ઈજા
જે સમયે મંચ તૂટ્યો ત્યારે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) સહિત અનેક ખેડૂત નેતાઓ મંચ પર હાજર હતા. જે નીચે પડ્યા. ખેડૂતોને સામાન્ય ઈજાઓ થઈ છે. જો કે આમ છતાં રાકેશ ટિકૈતે ભાષણ આપ્યું અને ખેડૂતોને સંબોધન કર્યું. 

A 'Mahapanchayat' is underway in Jind. pic.twitter.com/rBwbfo0Mm1

— ANI (@ANI) February 3, 2021

ખેડૂતોને કહ્યું-તમારો ગુસ્સો અમને આપી દો
રાકેશ ટિકૈતે ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે 'અમે ખાપ પંચાયતોને માનનારા છીએ. ન ઓફિસ બદલીશું, ન મંચ બદલીશું.' તેમણે વધુમાં કહ્યું કે, 'રાજા ડરે ત્યારે કિલ્લેબંધી કરે છે. સરકારની હિંમત નથી જે ખિલ્લાથી અમને રોકી શકે. યુદ્ધમાં ઘોડા બદલાતા નથી.' રાકેશ ટિકૈતે કહ્યું કે, 'તમારે દિલ્હી જવાની જરૂર નથી. અમને તમારો ગુસ્સો આપી દો.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news