દેશ વિરુદ્ધ એક થયા ફારૂક-મહેબૂબા? કાશ્મીરમાં તૈયાર કરી 'ગુપકાર ગેંગ'


બેઠકમાં બધા નેતાઓએ જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35એને બીજીવાર સ્થાપિત કરવા, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના ભાગલાને રદ્દ કરવા અને પ્રદેશને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને રસ્તા પર ઉતરવાની ચેતવણી આપી હતી. 
 

દેશ વિરુદ્ધ એક થયા ફારૂક-મહેબૂબા? કાશ્મીરમાં તૈયાર કરી 'ગુપકાર ગેંગ'

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર (jammu kashmir)માંથી આર્ટિકલ 370 હટ્યા બાદ પોતાની રાજકીય જમીન ખોઈ ચુકેલા કાશ્મીર કેન્દ્રિત દળ રોષે ભરાયા છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પોતાના ગુપકાર રોડ વાળા આવાસ પર ગુરૂવારે રાજકીય દળોની બેઠક બોલાવી હતી. જેમાં બે દિવસ પહેલા નજરકેદમાંથી બહાર આવેલ મહેબૂબા મુફ્તી સહિત અલગાવવાદી રાજનીતિ કરનાર ઘણા દળોના નેતા સામેલ થયા હતા. 

બેઠકમાં સામેલ થયા આ નેતા
જાણકારી પ્રમાણે આ બેઠકમાં ફારૂખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, મુઝુફ્ફર હુસૈન બેગ, અબ્દુલ રહમાન વીરી, સજ્જાદ ગની લોન, ઇમરાન રઝા અંસારી, અબ્દુલ ગની વકીલ સામેલ થયા. આ બેઠકમાં બધા નેતાઓએ જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35એને બીજીવાર લાગૂ કરવા, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના ભાગલા રદ્દ કરવા અને પ્રદેશને ફરી રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને રસ્તા પર ઉતરવાની ચેતવણી આપી હતી. 

ફારૂક અબ્દુલ્લાએ કરી આર્ટિકલ 370 ફરી સ્થાપિત કરવાની માગ
બેઠક બાદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, તેમણે આ ગઠબંધનને પીપુલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન નામ આવ્યું છે. તેમણે માગ કરી કે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને તે બધા અધિકાર આપવામાં આવે, જે તેની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે. ભારત સરકાર રાજ્યના લોકોના તે અધિકાર પરત આપે, જે તેને 5 ઓગસ્ટ 2019 પહેલા મળતા હતા. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, આગળની રણનીતિ નક્કી કરવા માટે તે થોડા દિવસ બાદ ફરી મુલાકાત કરશે. 

Video: બલિયામાં  SDM, CO સામે ભરેલી પંચાયતમાં યુવકની ગોળી મારી હત્યા, ભાજપના નેતા પર આરોપ

ગુપકાર ગ્રુપની માગ પર ભાજપનો વિરોધ
જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને ફરી સ્થાપિત કરવાની ફારૂક-મહેબૂબાની માગનો ભાજપે વિરોધ કર્યો છે. કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યુ કે, આ લોકો આઝાદીનું સપનુ દેખાળી અત્યાર સુધી રાજ્યના લોકોને છેતરતા હતા. આર્ટિકલ 370 સમાપ્ત થવાથી તેની આ છેતરપિંડી બંધ થઈ ગઈ છે. તેથી તે ફરી અલગાવવાદના એજન્ડાની વાપસી ઈચ્છે છે. પરંતુ હવે 370ની વાપસી અશક્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news