SBI, HDFC સહિત આ 5 બેંકોમાં FD પર વધુ વ્યાજ મેળવવાની છે ઉત્તમ તક, ચૂકી જશો તો પસ્તાવો થશે

Fixed Deposit: દરમિયાન SBI, HDFC Bank, ઈન્ડિયન બેંક, IDBI Bank અને પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની કેટલીક બેંકોએ તેમના ગ્રાહકો માટે વિશેષ FD (Special FD Scheme) યોજનાની જાહેરાત કરી છે. જે તમામ 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે. 

SBI, HDFC સહિત આ 5 બેંકોમાં FD પર વધુ વ્યાજ મેળવવાની છે ઉત્તમ તક, ચૂકી જશો તો પસ્તાવો થશે

FD Interest Rate: ફિક્સ્ડ ડિપોઝિટ હજુ પણ વધુ સારો રોકાણ વિકલ્પ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં તાજેતરમાં કરાયેલા વધારાથી તમારા ખિસ્સા પર EMIનો બોજ વધી શકે છે, પરંતુ સારી વાત એ છે કે FDના દરમાં પણ સુધારો થયો છે. સેન્ટ્રલ બેંક દ્વારા ચાવીરૂપ વ્યાજ દરોમાં વધારો કર્યા પછી, ઘણી બેંકોએ ગ્રાહકોને વધુ સારા FD વળતરનો લાભ આપ્યો છે.

દરમિયાન SBI, HDFC Bank, ઈન્ડિયન બેંક, IDBI Bank અને પંજાબ એન્ડ સિંધ બેંક સહિતની કેટલીક બેંકોએ તેમના ગ્રાહકો માટે વિશેષ FD (Special FD Scheme) યોજનાની જાહેરાત કરી છે. જે તમામ 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી છે.

એસબીઆઈ અમૃત કળશ એફડી યોજના (SBI Amrit Kalash FD Scheme)
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તાજેતરમાં સ્થાનિક અને NRI ગ્રાહકો માટે એક નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમની જાહેરાત કરી છે. જે આકર્ષક વ્યાજ દરો અને 400 દિવસની મુદત સાથે આવે છે. અમૃત કલશ ડિપોઝિટ સ્કીમમાં, બેંક સામાન્ય લોકોને 7.10% વ્યાજ ઓફર કરે છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 0.50% વધુ વ્યાજ મળી રહ્યું છે એટલે કે 7.60% સુધીનું વળતર. બેંકના કર્મચારીઓ અને પેન્શનરોને આ યોજના પર 1% વધારાનું વ્યાજ મળે છે. ગ્રાહકો 31 માર્ચ 2023 સુધી આ સ્કીમનો લાભ લઈ શકે છે.

HDFC બેંક સિનિયર સિટીઝન કેર FD (HDFC Bank Senior citizen Care FD) 2020 માં લોન્ચ કરવામાં આવી હતી અને વરિષ્ઠ નાગરિકો માટે 31 માર્ચ 2023 સુધી આ માન્ય છે. આમાં, તમે ફિક્સ્ડ ડિપોઝિટ પર આકર્ષક વ્યાજ દરનો લાભ લઈ શકો છો. HDFC બેંકે સીનિયર સીટિઝનો માટે FD ઓફર સાથે 0.75% ના વધારાના વ્યાજ દર ઓફર કરી રહી છે. આ ઑફર 60 વર્ષ અને તેથી વધુ વયના નિવાસી વરિષ્ઠ નાગરિકો (એનઆરઆઈને લાગુ પડતી નથી) માટે છે, જેઓ દરરોજ 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના કાર્યકાળ માટે 5 કરોડથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝિટ બુક કરાવવા ઈચ્છે છે. ઓફર રૂ. 5 કરોડ સુધીના વરિષ્ઠ નાગરિકોની એફડીના તમામ નવા/જૂના માટે માન્ય છે.

ઇન્ડિયન બેંક IND શક્તિ 555 દિવસ એફડી યોજના (Indian Bank IND SHAKTI 555 DAYS FD Scheme)
ઇન્ડિયન બેંકે 19મી ડિસેમ્બર 2022ના રોજ 'IND SHAKTI 555 DAYS' લોન્ચ કરી હતી. જેમાં 5000 રૂપિયાથી શરૂ કરીને રૂપિયા 2 કરોડથી ઉંચા વ્યાજ દરની ઓફર કરવામાં આવી હતી. ઇન્ડિયન બેંક IND શક્તિ 555 દિવસ FD યોજના સ્કીમ 31 માર્ચ, 2023 સુધી માન્ય છે.

IDBI બેંક નમન વરિષ્ઠ નાગરિક થાપણ (IDBI Bank Naman Senior Citizen Deposit) 
IDBI બેંકે સિનિયર સિટિઝન માટે સ્પેશ્યલ એફડી સ્કીમ IDBI Bank Naman Senior Citizen Deposit શરૂ કરી હતી. જેમાં ગ્રાહકો વધારાનું વ્યાજ મેળવી શકે. IDBI બેંક નમન સિનિયર સિટિઝન ડિપોઝિટ એ મર્યાદિત સમયગાળાની ઑફર છે જે 31 માર્ચ, 2023 સુધી માન્ય છે. વરિષ્ઠ નાગરિકોને 0.75% સુધી વધારાનું વ્યાજ મળી શકે છે. ન્યૂનતમ જમા રકમ રૂ. 10,000 થી શરૂ થાય છે.

પંજાબ એન્ડ સિંધ બેંક સ્પેશિયલ એફડી સ્કીમ  (Punjab & Sind Bank Special FD Scheme)
પંજાબ એન્ડ સિંધ બેંક ખાસ FD સ્કીમ ઓફર કરી રહી છે, જે 31 માર્ચ 2023 સુધી માન્ય છે. જેમાં પીએસબી ફેબ્યુલસ 300 ડેઝ (PSB Fabulous 300 Days), પીએસબી ફેબ્યુલસ પ્લસ 601 ડેઝ (PSB Fabulous Plus 601 Days), પીએસબી ઈ-એડવાન્ટેજ ફિક્સ્ડ ડિપોઝીટ (PSB e-Advantage Fixed Deposit) અને પીએસબી-ઉત્કર્ષ 222 દિવસો (PSB-Utkarsh 222 Days)નો  સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news