સૌરાષ્ટ્ર-કચ્છનું પાણિયારું ધોળીધજા ડેમ ઉભરાયો, જાણો ભર ઉનાળે ઓવરફ્લો થવાનું કારણ
બોટાદ રાજકોટ જામનગર મોરબી ભાવનગર સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધોળીધજા ડેમ એક જ સપ્તાહમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ સર્જાયો છે.
Trending Photos
મયુર સંધિ/સુરેન્દ્રનગર: એક તરફ જિલ્લામાં પીવાના પાણી માટે પણ વલખા બીજી તરફ જિલ્લાનો મુખ્ય ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે.
બોટાદ રાજકોટ જામનગર મોરબી ભાવનગર સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ ધોળીધજા ડેમ એક જ સપ્તાહમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. અને હજારો લીટર પાણીનો વેડફાટ સર્જાયો છે. ત્યારે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણી બિન ઉપયોગી રીતે ભોગાવો નદીમાં છોડી દેવામાં આવ્યું છે અને જેનો વેડફાટ થયો છે.
તંત્રની ઘોર બેદરકારીના પગલે ઉનાળાના પ્રારંભિક સમય ગાળામાં જ પાણીનો વેડફાટ થયો છે. ત્યારે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ચોટીલા સાયલા ધાંગધ્રા પંથકમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. 2 કિમિ દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે. અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી મળતું નથી.
બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીથી ધોળીધજા ડેમ વારંવાર છલકાઈ અને ઓવરફ્લો થાય છે અને હજારો લીટર પાણીનો વેડફાટ પણ સર્જાઈ છે. ત્યારે આ મામલે આયોજનમાં ખામી હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. હાલ ડેમ ઓવરફ્લો થતા મુખ્ય 3 ક્રોઝ-વે પણ પાણીમાં ગરકાવ બન્યા છે. આ ક્રોઝ-વે પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે