13 નંબરના આંકડાથી આટલા કેમ ડરે છે આખી દુનિયાના લોકો? જાણો તેની પાછળનું રહસ્ય 

13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે. ભારત (India) માં જ નહીં દુનિયાભરના લોકોને 13 નંબરથી અજ્ઞાત ડર લાગે છે. ભારતમાં તો ઠીક પરંતુ દુનિયા આખી આ આંકડાને ખુબ જ અશુભ માને છે. લોકો આ આંકડાથી દૂર ભાગતા જોવા મળે છે. આવો આપણે જાણીએ કે આખરે આ આંકડાથી આટલું બધુ લોકો કેમ ડરે છે. તેની પાછળ એવું તે શું કારણ છે. એવું કયું રહસ્ય છૂપાયેલુ છે. 

Viral Raval Viral Raval | Updated: Nov 14, 2019, 10:52 PM IST
13 નંબરના આંકડાથી આટલા કેમ ડરે છે આખી દુનિયાના લોકો? જાણો તેની પાછળનું રહસ્ય 
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: 13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે. ભારત (India) માં જ નહીં દુનિયાભરના લોકોને 13 નંબરથી અજ્ઞાત ડર લાગે છે. ભારતમાં તો ઠીક પરંતુ દુનિયા આખી આ આંકડાને ખુબ જ અશુભ માને છે. લોકો આ આંકડાથી દૂર ભાગતા જોવા મળે છે. આવો આપણે જાણીએ કે આખરે આ આંકડાથી આટલું બધુ લોકો કેમ ડરે છે. તેની પાછળ એવું તે શું કારણ છે. એવું કયું રહસ્ય છૂપાયેલુ છે. 

ખાસ કરીને પશ્ચિમી દેશોમાં 13 નંબરના આંકડાથી લોકો ડરતા જોવા મળે છે. અહીં તમને એક વસ્તુ જણાવીએ કે 13 નંબરના આંકડા વિશે વાત કરવાનો અર્થ એ ડરાવવાનું કે ભૂતપ્રેતની વાતો કરવાનો નથી. પરંતુ જે રહસ્યો છૂપાયેલા છે તેના વિશે અવગત કરવાનો છે. આવા રહસ્યો આપણે જાણીએ તો અનેક રીતે વિચારવા માટે મજબુર થઈએ છીએ કે દુનિયામાં શું શું જોવા મળે છે. 

કેટલાક રિપોર્ટ્સ મુજબ 13 નંબરને એટલા માટે અશુભ માનવામાં આવે છે કારણ કે ઈશુ ખ્રિસ્તની સાથે એક એવા વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો હતો જે તેમની સાથે રોજ રાત્રિભોજન કરતો હતો અને તે વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. બસ ત્યારથી લોકોએ આ આંકને અપશુકનિયાળ માનવા માંડ્યો છે અને તેનાથી દૂર ભાગતા રહ્યાં છે. 

મનો વિજ્ઞાને પણ 13 નંબરના આંકડાથી ડરવાને ટ્રિસ્કાઈડેકાફોબિયા કે થર્ટીન ડિજીટ ફોબિયા નામ આપ્યું છે. ડર એ હદે વધી ગયો કે તેના કારણે લોકોએ 13 નંબરનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધુ. જો તમે ફોરેન ટ્રિપ પર ગયા હોવ અને તમે કોઈ હોટલમાં રોકાઓ અને ત્યાં તે સમયે તમને 13 નંબરનો રૂમ કે કોઈ ઈમારતમાં 13મો માળ જોવા ન મળે તો સમજી જવાનું કે હોટલનો માલિક 13 નંબરને અશુભ ગણે છે. આ ઉપરાંત તમને કોઈ બાર કે રેસ્ટોરામાં પણ 13 નંબરની ખુરશી જોવા મળશે નહીં. 

જુઓ LIVE TV

ફ્રાન્સની વાત કરીએ તો ત્યાંના લોકોનું માનવું છે કે ભોજનના ટેબલ પર 13 ખુરશી સારી વાત નથી. ઈટાલીના અનેક ઓપેરા હાઉસમાં પણ 13 નંબરના ઉપયોગથી બચવામાં આવે છે. 

આ બાજુ ભારતમાં તેની શું અસર છે તે જોઈએ તો અહીં પણ લોકો 13 નંબરના આંકડાને અશુભ માને છે. તમને કદાચ ખબર ન હોય તો કહી દઈએ કે સપનાનું શહેર કહેવાતા ચંડીગઢને દેશનું સૌથી સુનિયોજિત શહેર ગણવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુના સપનાનું શહેર ગણાતું હતું. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે આ સુનિયોજિત શહેરમાં સેક્ટર 13 છે જ નહીં. હકીકતમાં આ શહેરનો નક્શો બનાવનારા આર્કિટેક્ટે 13 નંબરનું સેક્ટર જ નથી બનાવ્યું. તે 13 નંબરને અશુભ ગણતો હતો. આ આર્કિટેકને શહેરને ડિઝાઈન કરવા માટે વિદેશથી બોલાવવામાં આવ્યો હતો. 

અટલ બિહારી વાજપાયી ઉપર પણ હતી અસર?
અટલ બિહારી વાજપાયીના જીવન સાથે પણ 13ના આંકડાનો ઊંડો સંબંધ રહ્યો છે. તેમની પ્રથમ સરકારનો કાર્યકાળ માત્ર 13 દિવસ રહ્યો હતો. ત્યારબાદ જ્યારે બીજીવાર શપથગ્રહણ કરવાનો વારો આવ્યો તો તેમણે 13 તારીખ પસંદ કરી અને તે સરકાર પણ 13 મહિના જ ચાલી. તેઓએ ફરીથી 13મી લોકસભાના વડાપ્રધાન તરીકે 13 પક્ષોના સહયોગથી 13 તારીખે જ શપથ લીધા. પરંતુ ફરીથી 13ના રોજ જ તેમણે હારનો સામનો કરવો પડ્યો. અનેક લોકો તેને માત્ર સંયોગ માનતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube