દિવાળીની રાતે ઓછા ફટાકડા ફૂટ્યા, તો પણ દિલ્હી-NCRમાં પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યુ
રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તરામાં લોકોને રાત્રી 8 વાગ્યાથી 10 વાગ્ય વચ્ચે ફટકાડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, જો કે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા પર દેશભરના ઘણા શહેરોમાં પ્રદુષણનું સ્તર ઘણું વધી ગયું છે. જ્યાં સુધી રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીંયા આનંદ વિહાર વિસ્તારમાં ગુરૂવાર સવારે પ્રદૂષણનું સ્તર સૌથી વધારે નોંધાયુ છે. આનંદ વિહારમાં હવાની ગુણવત્તા ઈન્ડેક્સ સ્કેલ પર 999 (AQI) નોંધવામાં આવી છે. ત્યારે ચાણક્યપુરી સ્થિત અમેરિકન એમ્બેસીના વિસ્તારમાં હવાની ગુણવત્તા ઈન્ડેક્સ સ્કેલ પર 459 (AQI) નોંધ કરવામાં આવી છે. ત્યારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમના વિસ્તારમાં હવાની ગુણવત્તા ઇન્ડક્સ સ્કેલ પર 999 (AQI) નોંધ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી પાસે નોઇડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ એને ગુરૂગ્રામમાં ગુરૂવાર સવારે આકાશમાં ધૂંધ દૃષ્ટિની ઝાંખ (2) ધૂળ ઊડીને થતો અંધકાર છવાયેલો છે
રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તરામાં લોકોને રાત્રી 8 વાગ્યાથી 10 વાગ્ય વચ્ચે ફટકાડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં બુધવાર રાત્રે 10 વાગે વાયુ ગણુવત્તા સૂચઆંક (એક્યૂઆઇ) 296 નોંધાવ્યો છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના અનુસાર સાંજે સાત વ્યાગે એક્યૂઆઇ 281 હતો રાત્રે 8 વાગે 291 અને રાત્રે 9 વાગે 294 થઇ ગયો હતો. જોકે કેન્દ્ર દ્વારા સંચાલિત સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચે સમગ્ર એક્યૂઆઇ 319 નોંધાવ્યું છે જે ખુબ જ ખરાબની શ્રેણીમાં આવે છે.
સુપ્રીમ કોર્ટે દિવાળ અને અન્ય તહેવારો પર રાત્રે 8થી 10 વાગ્યા વચ્ચે જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. કોર્ટે માત્ર લીલા ક્રેકરોનું નિર્માણ અને વેચાણ કરવાની પરવાનગી આપી છે. લીલા ફટાકડાથી ઓછો પ્રકાશ અને અવાજ નીકળે છે. તેમાં ઓછા હાનિકારક રસાયણ હોય છે.
કોર્ટે પોલીસને આ વાતની ખાતરી કરવા કહ્યું હતું કે પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ થઇ રહ્યું નથી અને કોઇ પણ ઉલ્લંઘનની સ્થિતિમાં સંબંધિત પોલીસ સ્ટેસનના એસએચઓની વ્યક્તિગત રૂપથી જવાબદાર ગણવામાં આવે અને કોર્ટની અવગણના થશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં ઉલ્લંઘન કર્યાના સમાચાર મળી રહ્યા છે. આનંદ વિહાર, આઇટીઓ અને ઝહાંગીરપુરી સહિત ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું ખુબ જ ઉચ્ચા સ્તર નોંધાયું છે.
મયૂર વિહાર એક્સટેન્શન, લાજપત નગર, લુટિયંસ દિલ્હી, આઇપી એક્સટેન્શન, દ્વારાકા, નોઇડા સેક્ટર 78 સહિત અન્ય સ્થળોથી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની જાણાકારી પ્રાપ્ત થઇ છે. શહેરમાં પ્રદૂષણ નિરીક્ષણ કેન્દ્રોને ઓનલાઇન નિર્દેશકોએ ખરાબ અને ખુબ જ ખરાબ હવાની ગુણવત્તાના સંકેત આપ્યા હતા. રાત્રે 8 વાગે લગભગ પીએમ 2.5 અને પીએમ 10ના સ્તરમાં ઝડપી વૃદ્ધિ થઇ રહી હતી.
સીપીસીબીના આંકડાઓ અનુસાર પીએમ 2.5 અને પીએમ 10ને 24 કલાકના સરેરાશ અનુક્રમે 164 અને 294 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર રહ્યું છે. ગુરુવારની હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષ 2017ની સરખામણીએ ઓછું હાનિકારક ફટાકડા અવગણવામાં આવ્યા હતા. તેમણે આ પણ કહ્યું કે પ્રદૂષણનું સ્તર બુધવાર અને ગુરૂવાર સવારે 11 વાગ્યે અને રાત્રે 3 વાગ્યાની વચ્ચે ટોચ પર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે