આજથી 17મી લોકસભાનું પહેલુ સત્ર, સરકારના એજન્ડામાં બજેટ અને ત્રિપલ તલાક પર ફોકસ

ભાજપે રવિવારે સંસદીય દળની બેઠક યોજી હતી તેના માધ્યમથીી વડાપ્રધાને તમામ ભારતીયોને આશ્વાસન આપ્યું કે તેમની સરકાર પ્રજાને ન્યાય મળે તેવા વિધેયક લાવવામાં અગ્રણી રહેશે

આજથી 17મી લોકસભાનું પહેલુ સત્ર, સરકારના એજન્ડામાં બજેટ અને ત્રિપલ તલાક પર ફોકસ

નવી દિલ્હી : 17મી લોકસભાનું પહેલુ સત્ર સોમવારે ચાલુ થઇ ગયું હશે જેમાં કેન્દ્રીય બજેટ પસાર કરવામાં આવશે અને ત્રીપલ તલાક જેવા અન્ય મહત્વપુર્ણ વિધેયક તેમાં સરકારનાં એજન્ડામાં પ્રમુખ રહેશે. વડાપ્રધાન મોદીએ નવી લોકસભાનાં પહેલા સત્રની પુર્વ સંધ્યા પર રવિવારે સર્વદળીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે 19 જુને તમામ દળોનાં પ્રમુખોને એક રાષ્ટ્ર, એક ચૂંટણીને ધ્યાને રાખી અન્ય મહત્વપુર્ણ વિષયો પર ચર્ચા માટે આમંત્રીત કર્યા છે. 

પશ્ચિમ બંગાળમા પ્રદર્શન કરી રહેલ ડોક્ટર્સના સમર્થનમાં IMA, કાલે દેશવ્યાપી હડતાળ
લોકસભામાં આવ ખતે અનેક નવા ચહેરાઓ હોવાની વાતને રેખાંકિત કરતા વડાપ્રધાને કહ્યું કે, નિચલા સદનનું પહેલુ સત્ર નવા ઉત્સાહન અને વિચારની સાથે ચાલુ થવું જોઇએ. સર્વદળીય બેઠકમાં કોંગ્રેસે સરકારની સાથે બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, દુષ્કાર અને પ્રેસની આઝાદી જેવા વિષયો ઉઠાવશે. વિપક્ષી દળે જમ્મુ કાશ્મીરમાં ઝડપથી વિધાનસભા ચૂંટણી કરાવવા માટેની માંગ કરી હતી. 

આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન
ભાજપે પણ રવિવારે સંસદીય દળની બેઠક યોજી. જેના માધ્યમથી વડાપ્રધાને તમામ ભારતીયોને આશ્વાસન આપ્યું કે, તેમની સરકાર એવા વિધેયકોને લાવવામાં અગ્રણી રહેશે જે સબકા સાથ અને સબકા વિકાસ અને સબકા વિશ્વાસની ભાવનાને વ્યાખ્યાયીત કરશે. લોકસભાનાં પ્રથમ સત્રનાં એક દિવસ પહેલા રાજગની બેઠક પણ અહીં થઇ હતી. 

પશ્ચિમ બંગાળ: હડતાળી ડોક્ટર વાતચીત માટે તૈયાર, કહ્યું મીડિયા સામે થાય ચર્ચા
26 જુલાઇએ પુર્ણ થનારા સત્રમાં 30 બેઠક થશે. પહેલા બે દિવસ લોકસભાનાં તમામ સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. કાર્યવાહક લોકસક્ષા અધ્યક્ષ વીરેન્દ્ર કુમાર શપથગ્રહણક રાવશે. લોકસભા અધ્યક્ષની ચુંટણી 19 જુને થશે અને ત્યાર બાદ ના દિવસે બંન્ને સદનનું સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનું સંબોધન થશે. બજેટ પાંચ જુલાઇએ રજુ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news