મોહન ભાગવતનું મમતા પર નિશાન, બંગાળમાં શું ચાલી રહ્યું છે? મુખ્યમંત્રી શું કરી રહ્યા છે ?

સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ મમતા બેનર્જીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું

Updated By: Jun 16, 2019, 11:57 PM IST
મોહન ભાગવતનું મમતા પર નિશાન, બંગાળમાં શું ચાલી રહ્યું છે? મુખ્યમંત્રી શું કરી રહ્યા છે ?

નવી દિલ્હી : નાગપુરમાં આયોજીત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં તૃતિય વર્ષ પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારંભમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નામ લીધા વગર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, આખરે ચાલી શું રહ્યું છે બંગાળમાં ? ચૂંટણી બાદ ક્યાંય આવી હિંસા થાય છે શુ ? શું આવુ કોઇ પણ રાજ્યમાં થઇ રહ્યું છે ? આવું ન થવું જોઇે. તેમણે કહ્યું કે, જો કેટલાક વ્યક્તિઓનાં કારણે આવું થતું હોય તો તંત્રએ આગળ આવીને તેને કાબુ કરવું જોઇએ. તંત્ર આવી ઘટનાની ઉપેક્ષા કરી શકે નહી. 

પશ્ચિમ બંગાળમા પ્રદર્શન કરી રહેલ ડોક્ટર્સના સમર્થનમાં IMA, કાલે દેશવ્યાપી હડતાળ
ભાગવતે કહ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ કોઇ હિંસા થાય છે તો શાસનને તેને કંટ્રોલ કરવી જોઇએ અને જો રાજ્યનાં રાજા (મુખ્યમંત્રી) એવું ન કરી શકે તો તેણે પોતાની જાતને રાજા કહેવડાવવાનો હક નથી. તેમણે કહ્યું કે, સામાન્ય વ્યક્તિ અણસમજુ હોઇ શકે છે, બિન જવાબદાર વ્યવહાર કરી શકે છે પરંતુ રાજ્યનાં રાજાનું કર્તવ્ય છે કે સમાજનાં હિતમાં રાષ્ટ્રની એકાત્મતા અને અખંડતા સુનિશ્ચિત કરનારો વ્યવહાર તે પોતાની દંડશક્તિથી સ્થાપીત કરે. 

જો કોઇ રાજા એવું નથી કરી શકતો તો શું તે રાજા કહેવડાવવાનો હકદાર છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ ટીએમસી અને ભાજપનાં કાર્યકર્તાઓ વચ્ચે હિંસાના અનેક સમાચાર આવી રહ્યા છે. ગત્ત અઠવાડીયે ઉત્તર પરગણા 24 જિલ્લામાં બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે પાર્ટીનો ઝંડો લગાડવા મુદ્દે થયેલા વિવાદમાં લોહીયાળ જંગ થઇ ઙતી. જેમાં ભાજપે પોતાનાં પાંચ કાર્યકર્તાઓ અને ટીએમસીએ પોતાનાં ત્રણ કાર્યકર્તાઓનાં મોતનો દાવો કર્યો હતો. 

આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન
ગત્ત વર્ષે સંઘના તૃતીય વર્ષ સંઘ પ્રશિક્ષણ શિબિરના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બન્યા હતા. આ વર્ષે સંઘે ઉદ્યોગપતિ રતન ટાટાને અતિથિ તરીકે આમંત્રીત કર્યા હતા. જો કે તેઓએ વ્યસતાના કારણે તેઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા. દર વર્ષે સરસંઘચાલક તૃતીય વર્ષ પ્રશિક્ષણ શિબિરને સંબોધિત કરે છે. રેશિમબાગ મેદાનમાં સમારંભનું આયોજન થયું હતું.