સુશાંતના ફોરેન્સિક ઓડિટનો ખુલાસો, 1 વર્ષથી રિયાએ નથી કરી કોઇ લેણદેણ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બેંક એકાઉન્ટની ફોરેન્સિક ઓડિટ (Forensic audit)થી જાણવા મળ્યું છે કે ગત એક વર્ષમાં રિયા ચક્રવર્તી દ્વારા કોઇપણ પ્રકારની લેણદેણ થઇ નથી. આ વાત મુંબઇ પોલીસે મંગળવારે (18 ઓગસ્ટ)એ કરી છે.

સુશાંતના ફોરેન્સિક ઓડિટનો ખુલાસો, 1 વર્ષથી રિયાએ નથી કરી કોઇ લેણદેણ

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના બેંક એકાઉન્ટની ફોરેન્સિક ઓડિટ (Forensic audit)થી જાણવા મળ્યું છે કે ગત એક વર્ષમાં રિયા ચક્રવર્તી દ્વારા કોઇપણ પ્રકારની લેણદેણ થઇ નથી. આ વાત મુંબઇ પોલીસે મંગળવારે (18 ઓગસ્ટ)એ કરી છે. સૂત્રોના અનુસાર મની લોન્ડ્રિંગ કેસની તપાસ કરી રહેલી ઇડી (Enforcement Directorate)એ મુંબઇ પોલીસને પત્ર મોકલ્યો છે. ઇડીએ આ પત્રમાં મુંબઇ પોલીસને સુશાંત કેસ સાથે જોડાયેલા ઇલેક્ટ્રોનિક પુરાવા રેકોર્ડ ડિટેલ મોકલવા માટે કહ્યું છે. મની લોન્ડ્રિંગ (money laundering) કેસના દરેક પાસાઓની તપાસ કરી રહેલી ઇડીએ મંગળવારે જ સુશાંતના પિતા કેકે સિંહનું નિવેદન નોંધ્યું છે. 

મંગળવારે સુશાંત સિંહના વકીલ વિકાસ સિંહે પણ જણાવ્યું કે ઇડીએ દિવંગત અભિનેતાના પિતાનું નિવેદન નોંધ્યું છે. તમને જણાવી દઇએ કે ઇડીએ પિતા કેકે સિંહની ફરિયાદ બાદ બિહાર પોલીસની એફઆઇઆરના આધારે અને રિયાના વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. સંબંધિત કેસમાં ઇડી અભિનેતાની બહેન મીતૂ સિંહનું નિવેદન પણ નોંધી ચૂકી છે. 

25 જુલાઇના રોજ બિહાર પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો હતો કે સુશાંતના ખાતામાંથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા અથવા ટ્રાંસફર કરવામાં આવ્યા છે. પિતાના નિવેદન બાદ ઇડીએ 31 જુલાઇના રોજ રિયા અને તેના પરિવારના સભ્યો વિરૂદ્ધ PMLA હેઠળ કેસ દાખલ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂત છેલ્લે ''દિલ બેચારા'' ફિલ્મમાં જોવા મળ્યા હતા. અભિનેતાનું મોત 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત આવાસમાં થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news