'એક સાથે ચૂંટણી' : BJP અને કોંગ્રેસે ધારણ કર્યું મૌન, સમર્થનમાં 4 અને વિરોધમાં 9 પાર્ટીઓ
જો ભાજપના સહયોગી દળ ગોવા ફોરવર્ડ પાર્ટીએ આ વિચારનો વિરોધ કર્યો, તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ, આપ, દ્વમુક, ટીડીપી, સીપીઆઇ, સીપીઆઇ (એમ), ફોરવર્ડ બ્લોક અને જેડીએસે પણ તેનો વિરોધ કર્યો.
Trending Photos
નવી દિલ્હી: રાજકીય પક્ષ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાના મુદ્દે વહેંચાયેલી છે. ચાર રાજકીય પક્ષ અહીં આ વિચારના સમર્થનમાં છે, તો બીજી તરફ નવ તેના વિરોધમાં છે. જોકે સત્તાધારી ભાજપ અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ વિષય પર લો કમિશન દ્વારા આયોજિત ચર્ચા પ્રક્રિયામાં ભાગ લીધો નહી. એકસાથે ચૂંટણી કરાવવાના મુદ્દે બે દિવસીય ચર્ચા પ્રક્રિયાના અંતમાં એનડીએ સહયોગી દળ શિરોમણી અકાળી દળ ઉપરાંત, અન્નાદ્રમુક, એસપી અને ટીઆરએસે આ વિચારનું સમર્થન કર્યું.
જો ભાજપના સહયોગી દળ ગોવા ફોરવર્ડ પાર્ટીએ આ વિચારનો વિરોધ કર્યો, તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ, આપ, દ્વમુક, ટીડીપી, સીપીઆઇ, સીપીઆઇ (એમ), ફોરવર્ડ બ્લોક અને જેડીએસે પણ તેનો વિરોધ કર્યો.
એસપી, ટીઆરએસ, આપ, દ્વમુક, ટીડીપી, જેડીએસ અને ઓલ ઇન્ડીયા ફોરવર્ડ બ્લોકે લો કમિશન સાથે મુલાકાત કરી અને પોતાના વિચાર રજૂ કર્યા.
એસપીએ કર્યું સમર્થન પરંતુ શરત સાથે
એસપીનું પ્રતિનિધિત્વ રામ ગોપાલ યાદવે કર્યું. એસપીએ આ વિચારનું સમર્થન કર્યું. જોકે યાદવે સ્પષ્ટ કર્યું છે કે પહેલા એકસાથે ચૂંટણી 2019માં થવી જોઇએ જ્યારે 16મી લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થશે. જો એકસાથે ચૂંટણીમાં 2019માં થઇ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકારનો કાર્યકાળ નાનો થશે.
આમ આદમી પાર્ટીના નેતા આશીષ ખેતાને લો કમિશનને કહ્યું કે એકસાથે ચૂંટણી લોકોને એક સરકાર બનાવવાથી દૂર રાખવાની એક 'ચાલ' છે કારણ કે જો બંને ચૂંટણી સાથે થાય તો સદનોનો કાર્યકાળ વધારવામાં આવશે.
ટીઆરએસે કર્યું સમર્થન
તેલંગાનાના મુખ્યમંત્રી અને ટીઆરએસ પ્રમુખ કે.ચંદ્વશેખર રાવે લો કમિશનને આપેલા એક લેખિત જવાબમાં કહ્યું કે તેમની પાર્ટી દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરાવવાને સમર્થન કરે છે.
બેઠકમાં ટીઆરએસનું પ્રતિનિધિત્વ કરનાર બી વિનોદ કુમારે કહ્યું કે આ વિશ્લેષણ ખોટું છે કે જો એકસાથે ચૂંટણી થાય તો સ્થાનિક મુદ્દાઓ પર રાષ્ટ્રીય મુદ્દાઓ ભારે પડશે.
સીપીઆઇ (એમ) મહાસચિવ સીતારામ યેચૂરીએ કમિશનને પત્ર લખીને પ્રસ્તાવ પર પોતાની પાર્ટીની આપત્તિ નોંધાવી.
(ઇનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે