Coronavirus: અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટરને કોરોના ભરખી ગયો, આ દેશમાં છૂપાઈને બેઠો હતો

પોલીસના જણાવ્યાં મુજબ તે દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારના પેરુ લેનનો રહીશ હતો.

Coronavirus: અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટરને કોરોના ભરખી ગયો, આ દેશમાં છૂપાઈને બેઠો હતો

મુંબઈ: અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમના નીકટના ગેંગસ્ટર ફહીમ મચમચનું મોત થઈ ગયું છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ ફહીમ મચમચ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો. જેના કારણે તેનુ મોત થયું. ફહીમનું મોત પાકિસ્તાનના કરાચીમાં થયું. 

ફહીમ મચમચ અનેક ગંભીર અપરાધોમાં સંડોવાયેલો હતો
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે મોડી રાતે કરાચીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 51 વર્ષના ફહીમનું મોત થયું. ફહીમ મચમચ વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને અન્ય અનેક અપરાધી મામલાઓમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાયેલા હતા. પોલીસ તેની શોધમાં હતી. 

મુંબઈના આ વિસ્તારનો રહીશ હતો
પોલીસના જણાવ્યાં મુજબ ફહીમ મચમચ દક્ષિણ મુંબઈના ભીંડી બજાર વિસ્તારના પેરુ લેનનો રહીશ હતો. તે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલનો ખાસ બની ગયો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ફહીમ મચમચ છેલ્લા સાત વર્ષથી દાઉદ ઈબ્રાહિમ સાથે પાકિસ્તાનમાં રહેતો હતો. 

dawood ibrahim

પોલીસને આ રીતે મળી જાણકારી
હાલમાં જ મુંબઈ પોલીસના એન્ટી એક્સટોર્શન સેલે ફહીમ મચમચના એક સાથીની ધરપકડ કરી હતી. આરોપી તે સમય સુધી ફહીમ સાથે સંપર્કમાં હતો. આ રીતે પોલીસને ફહીમની જાણકારી મળી હતી. 

અત્રે જણાવવાનું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 1995માં ફહીમ મચમચને ખંડણી અને અન્ય અપરાધિક આરોપોમાં ધરપકડ કર્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા હતા. ફહીમ મચમચને એકવાર મુંબઈ એરપોર્ટ પર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે તે દુબઈ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે  બીજા પ્રયત્નમાં તે દેશમાંથી બહાર ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news