Bengal માં પરિણામ બાદ હિંસાનો મામલો Supreme Court પહોંચ્યો, ટીએમસી પર આરોપ; CBI તપાસની માંગ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી મોદીએ બંગાળના રાજ્યપાલને ફોન કરી ચિંતા વ્યક્ત કરી છે. 

Bengal માં પરિણામ બાદ હિંસાનો મામલો Supreme Court પહોંચ્યો, ટીએમસી પર આરોપ; CBI તપાસની માંગ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટ પાસે હિંસક ઘટનાઓની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. રાજ્યના ઘટનાક્રમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશના રાજ્યપાલ  સાથે વાત કરતા ચિંતા વ્યક્ત કરી છે. તો રાજ્યમાં જારી રાજકીય હિંસા પર રાજ્યપાલ નજર રાખી રહ્યાં છે. 

બળાત્કાર અને હત્યાના આરોપ
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ પોતાની અરજીમા કહ્યુ કે, બંગાળની હિંસા દરમિયાન મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો અને તેને મારી નાખવામાં આવ્યા. તેથી કોર્ટે આ મામલામાં દખલ આપતા નિષ્પક્ષ તપાસના આદેશ આપવા જોઈએ. 

I share grave concerns @PMOIndia given that violence vandalism, arson. loot and killings continue unabated.

Concerned must act in overdrive to restore order.

— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 4, 2021

આ પહેલા ઘણા ભાજપ નેતાઓએ ટીએમસી સમર્થકો પર લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવતા પ્રદેશમાં થઈ રહેલી હિંસાની નિંદા કરી હતી. ભાજપે પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ અને આગનો વીડિયો શેર કર્યો જે વાયરલ થઈ ચુક્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે દક્ષિણ 24 પરગના (24 Parganas) માં જે લોકોએ ભાજપને મત આપ્યા અને જે કાર્યકર્તાઓએ પાર્ટી માટે ચૂંટણીમાં કામ કર્યું તેના ઘર તોડવામાં આવી રહ્યાં છે. 

પાંચ મેએ દેશવ્યાપી પ્રદર્શન
આ હિંસાને લઈને ભાજપે પાંચ મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપના કાર્યકર્તા અલગ અલગ જિલ્લામાં ધરણા આપવાની સાથે હિંસાનો વિરોધ કરશે. આ વિરોધ પ્રદર્શન કોવિડ ગાઇડલાઇનનું ધ્યાન રાખવાની સાથે થશે. તો ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. 

અનેક જગ્યાએ થઈ હિંતા
ટીએમસી કાર્યકર્તાઓ અને સમર્થકો પર ગંભીર આરોપ લાગ્યા છે. તેઓ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી રહ્યાં છે. રાજ્યમાં ઓડિશાપારા, કૂચબિહાર, સમસપુર, પુરબા વર્ધમાન સહિત અનેક જગ્યાએ હિંસા થઈ છે. તો આરામબાગમાં ભાજપની ઓફિસમાં આગ લગાવવામાં આવી છે. હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news