જનરલ મનોજ નરવણે બન્યા નવા સેના પ્રમુખ, જનરલ બિપિન રાવતની હાજરીમાં સંભાળ્યો પદભાર

જનરલ મનોજ મુકુંદ નરવણે (M M Naravane) એ આજે દેશના 28માં સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. જનરલ નરવણે દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરાયેલા જનરલ બિપિન રાવત (Bipin Rawat) ના સ્થાને આર્મી પ્રમુખ બન્યાં. અત્રે જણાવવાનું કે જનરલ બિપિન રાવતનો 3 વર્ષનો કાર્યકાળ આજે સમાપ્ત થયો. જનરલ નરવણે 20 વર્ષમાં શીખ લાઈટ ઈન્ફેન્ટ્રીના ત્રીજા સેનાધ્યક્ષ હશે. આ અગાઉ વેદ પ્રકાશ મલિક અને જનરલ બિક્રમ સિંહ આ રેજિમેન્ટના સેનાધ્યક્ષ  બની ચૂક્યા છે. 

જનરલ મનોજ નરવણે બન્યા નવા સેના પ્રમુખ, જનરલ બિપિન રાવતની હાજરીમાં સંભાળ્યો પદભાર

નવી દિલ્હી: જનરલ મનોજ મુકુંદ નરવણે (M M Naravane) એ આજે દેશના 28માં સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. જનરલ નરવણે દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરાયેલા જનરલ બિપિન રાવત (Bipin Rawat) ના સ્થાને આર્મી પ્રમુખ બન્યાં. અત્રે જણાવવાનું કે જનરલ બિપિન રાવતનો 3 વર્ષનો કાર્યકાળ આજે સમાપ્ત થયો. જનરલ નરવણે 20 વર્ષમાં શીખ લાઈટ ઈન્ફેન્ટ્રીના ત્રીજા સેનાધ્યક્ષ હશે. આ અગાઉ વેદ પ્રકાશ મલિક અને જનરલ બિક્રમ સિંહ આ રેજિમેન્ટના સેનાધ્યક્ષ  બની ચૂક્યા છે. 

મનોજ મુકુંદ નરવણે (Manoj Mukund Naravane)  અત્યાર સુધી આર્મીના ઉપ પ્રમુખ હતાં. આર્મી ચીફ (Army Chief) બનતા જ તેઓ દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાં સામેલ એવી 13 લાખ સૈનિકો ધરાવતી ભારતીય સેનાના ચીફ બની ગયા છે. આર્મીના વાઈસ ચીફ બનતા અગાઉ તેઓ ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ હતાં. 

અત્રે જણાવવાનું કે બિપિન રાવત આજે જ સેના પ્રમુખના પદેથી રિટાયર થયા છે. તેઓ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનવાના છે. તેમના નામની જાહેરાત પણ થઈ ગઈ છે. નવા વર્ષથી તેઓ પદભાર સંભાળશે. બુધવારે રિટાયર થયા બાદ બિપિન રાવતે મનોજ નરવણને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ સેનાને આગળ વધારવાનું કામ કરશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે અંગે આ પાંચ બાબતો ખાસ જાણો...

1. લેફ્ટેનન્ટ જનરલ નરવણેને સેનાની પૂર્વ કમાન્ડની કમાન સંભાળવાનો અનુભવ છે જે ભારતની ચીન સાથે લગભગ 4000 કિલોમીટર લાંબી સરહદની દેખભાળ કરે છે. 

2. જમ્મુ અને કાશ્મીર તથા પૂર્વોત્તરમાં આતંકવાદી વિરોધી માહોલ વચ્ચે પોતાની 37 વર્ષની સેવામાં લેફ્ટેનન્ટ જનરલ નરવણેએ શાંતિ, ક્ષેત્ર અને અત્યાધિક સક્રિયતામાં અનેક કમાન્ડ નિયુક્તિઓમાં કામ કર્યું છે. 

3. મનોજ મુકુંદ નરવણેએ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વી મોરચા પર ઈન્ફેન્ટ્રી બ્રિગેડની કમાન સંભાળી છે. 

4. જનરલ મનોજ મુકુંદ શ્રીલંકામાં ઈન્ડિયન પીસ કિપિંગ ફોર્સનો ભાગ હતાં અને ત્રણ વર્ષ સુધી તેમણે મ્યાંમારમાં ભારતીય દૂતાવાસમાં ભારતના રક્ષા પ્રશિક્ષક તરીકે કામ કર્યું હતું. 

5. જનરલ મનોજ મુકુંદ ને જમ્મુ અને કાશ્મીરમાં પોાતની બટાલિયનની કમાન પ્રભાવી રીતે સંભાળવાને લઈને સેના પદક મળી ચૂક્યો છે. તેમને નાગાલેન્ડમાં આસામ રાઈફલ્સ (ઉત્તરી)ના મહાનિરીક્ષક તરીકે ઉલ્લેખનીય સેવાઓને લઈને વિશિષ્ટ સેવા પદક તથા પ્રતિષ્ઠિત સ્ટ્રાઈક કોરની કમાન સંભાળવાને લઈને અતિવિશિષ્ટ સેવા પદકથી નવાજમાં આવ્યા હતાં. તેમને પરમ વિશિષ્ટ સેવા પદકથી પણ સન્માનિત કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news