ભારતીય વાયુસેનાનો આજે 87મો સ્થાપના દિવસ, અપાચે-ચિનૂક બતાવશે પોતાની તાકાત

ભારતીય વાયુસેનાનો આજે 87મો સ્થાપના દિવસ છે. ગાઝિયાબાદના હિંડન એરબેસ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. અહીં વાયુસેનાના જવાનો શાનદાર કરતબ બતાવશે.

ભારતીય વાયુસેનાનો આજે 87મો સ્થાપના દિવસ, અપાચે-ચિનૂક બતાવશે પોતાની તાકાત

ગાઝિયાબાદ: ભારતીય વાયુસેનાનો આજે 87મો સ્થાપના દિવસ છે. ગાઝિયાબાદના હિંડન એરબેસ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. અહીં વાયુસેનાના જવાનો શાનદાર કરતબ બતાવશે. આ ઉપરાંત 54 એરક્રાફ્ટની ફ્લાય પાસ્ટ થશે. આ પરેડમાં પહેલીવાર દુનિયાના સૌથી ભારે હેલિકોપ્ટર ચિનૂક અને સૌથી ખતકનાક જંગી હેલિકોપ્ટર અપાચે પોતાનું શૌર્ય બતાવશે. 

આ સાથે જ સ્વદેશી ફાઈટર જેટ તેજસ ઉપરાંત સુખોઈ 30MKI, મિગ 29 અપગ્રેડ, જગુઆર પણ ફ્લાય પાસ્ટમાં પોતાનો દમ બતાવશે. આ અવસરે વિંગ કમાન્ડર અભિનંદન અને મિન્ટી અગ્રવાલને પણ સન્માનિત કરવામાં આવશે. 

જુઓ LIVE TV

કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓની સાથે કેટલાક અન્ય દેશોના સૈન્ય અધિકારીઓ પણ સામેલ થશે તથા એર શોના સાક્ષી બનશે. લગભગ એક કલાકના એર શો દરમિયાન ભારતીય વાયુસેનાની આકાશગંગા ટીમ, ગરૂડ કમાન્ડો યુનિટ, એર વોરિયર શો અને વિન્ટેજ એટલે કે જૂના ટ્રેનર વિમાનથી લઈને મેક ઈન ઈન્ડિયા થીમ હેઠળ બનેલા વિમાનોના કરતબ જોવા મળશે. અહીં દર્શકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

8 ઓક્ટોબર 1932ના રોજ વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદી પહેલા વાયુસેના રોયલ ઈન્ડિયન એરફોર્સ તરીકે ઓળખાતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news