VIDEO: આતંકી હુમલાનો ભોગ બનેલા ગુજરાતીઓને મળીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા ગુલામ નબી આઝાદ
રાજ્યસભામાં આજે ગુલામ નબી આઝાદનો છેલ્લો દિવસ હતો. ગુલામ નબી આઝાદને વિદાય આપતા પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ એ ઘટનાને યાદ કરી જ્યારે ગુજરાતના મુસાફરો પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો.
Trending Photos
Ghulam Nabi Azad Emotional Video: રાજ્યસભામાં આજે ગુલામ નબી આઝાદનો છેલ્લો દિવસ હતો. ગુલામ નબી આઝાદને વિદાય આપતા પીએમ નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ એ ઘટનાને યાદ કરી જ્યારે ગુજરાતના મુસાફરો પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. તે સમયે ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. આ હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. પીએમ મોદીએ કહ્યું કે તે વખતે સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો, તે ફોન ફક્ત સૂચના આપવા માટે નહતો. તેમના આંસૂ અટકતા નહતા. તેઓ ખુબ ભાવુક હતા.
ગુલામ નબી આઝાદનો તે હુમલા બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો કાશ્મીરમાં ગુજરાતના લોકો પર આતંકી હુમલો થયા બાદ 30 જુલાઈ 2007નો છે. જેમાં ગુલામ નબી આઝાદ હુમલાના પીડિતો અને તેમના પરિવારનો મળતા જોવા મળી રહ્યા છે. તેમણે એક બાળકીને ગોદમાં લીધી છે. ત્યારબાદ ગુલામ નબી આઝાદ ભાવુક થઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુલામ નબી આઝાદની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે. તેઓ પીડિતોને મળીને રડી પડ્યા. આ વીડિયોમાં હુમલાની પીડિત મહિલાઓ પણ રડી રહી છે. ખુબ જ ભાવુક માહોલ વચ્ચે આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ પણ પોતાના રૂમાલથી આંસુ લૂંછતા જોવા મળી રહ્યા છે.
પોતાના વિદાય ભાષણમાં આઝાદે અનેક વાતો કરી. જે સરકારો, દેશ અને સંસદ અંગે હતી. આ સાથે જ તેમણે કહ્યું કે તેમને ભારતીય મુસલમાન હોવા પર ગર્વ છે. તેમણે કહ્યું કે હું એક એવો ભાગ્યશાળી ભારતીય મુસલમાનોમાંથી એક છું જે ક્યારેય પાકિસ્તાન ગયો નથી.
From ANI Archives 30 July 2007: Then J&K CM Ghulam Nabi Azad sees off terrorist attack victims from Gujarat
Earlier today, PM Modi got emotional in Parliament when referring to this incident pic.twitter.com/2v5LVAXU1c
— ANI (@ANI) February 9, 2021
સંસદમાં ગુજરાતના મુસાફરો પર થયેલા આતંકી હુમલાની વિગતો જણાવી ભાવુક થયા ગુલામનબી આઝાદ
ગુલામ નબી આઝાદે કહ્યું કે ગુલામ નબી આઝાદે કહ્યું કે સાચું બતાવું સર, મારા માતા પિતાનું મોત થયું, ત્યારે મારી આંખોમાં આસું આવી ગયા હતા, પરંતુ હું ચિલ્લાયો નહી. સંજય ગાંધીના મોત, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મોત પર અને ત્યારબાદ વર્ષ 1999માં ઓડિશામાં સુનામી આવી ત્યારે હું બૂમો પાડીને રહ્યો હતો. પાંચમી વાર ત્યારે રડ્યો જ્યારે ગુજરાતના મુસાફરો પર કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. તે ઘટનાનો ઉલ્લેખ કરીને પીએમ પણ ભાવુક થયા. તેમણે જણાવ્યું કે ટુરિસ્ટ બસમાં ગુજરાતથી લોકો આવ્યા હતા. જેમાં આતંકીઓએ ગ્રેનેડ લગાવ્યો અને લોકોના મોત થયા. જ્યારે હું એરપોર્ટ પર પહોંચ્યો તો ત્યાં નાના નાના બાળકો હતા, રડી રહ્યા હતા. મારા પગ સાથે વીટળાઈ ગયા હતા. તો જોરથી મારો અવાજ નીકળી ગયો. એ ખુદા આ તે શું કર્યું. હું શું જવાબ આપું એ બાળકોને, તે બહેનોને જેઓ ફરવા માટે આવ્યા હતા અને આજે તેમની લાશો મોકલી રહ્યો છું. રાજ્યસભામાં આ દર્દનાક કિસ્સો શેર કરતા ગુલામ નબી આઝાદની આંખો ભરાઈ આવી હતી.
પીએમ મોદી થઈ ગયા હતા ભાવુક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ફરી એકવાર રાજ્યસભા (Rajya Sabha) ને સંબોધન કર્યું. કોંગ્રેસ (Congress) ના ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની આજે સદનમાંથી વિદાય થઈ રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયેલા જોવા મળ્યા. એક આતંકી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા.
ગુજરાતી મુસાફરો પર થયો હતો આતંકી હુમલો
ગુલામ નબી આઝાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ખુબ ગાઢ નીકટતા રહી. એકવાર ગુજરાતના કેટલાક મુસાફરો પર આતંકીઓએ હુમલો કર્યો, 8 લોકો માર્યા ગયા. સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો હતો. તેમના આંસૂ અટકતા નહતા. પીએમ મોદીએ જણાવ્યું કે તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમની ફૌજના હવાઈ જહાજની વ્યવસ્થાની માગણી કરી. તે વખતે એરપોર્ટથી જ ગુલામનબી આઝાદે ફોન કર્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તેવી જ આઝાદજીએ તેમની ચિંતા કરી.
ગુલામ નબીજીનો આદર કરું છું-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સત્તા જીવનમાં આવતી જતી રહે છે, તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખુબ આદર કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબીજી બાદ જે પણ આ પદ સંભાળશે તેમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં ખુબ મુશ્કેલી પડશે. કારણ કે ગુલામ નબીજી પોતાના પક્ષની ચિંતા કરતા હતા, પરંતુ દેશ અને સદનની પણ એટલી જ ચિંતા કરતા હતા. જ્યારે હું ચૂંટણી રાજકારણમાં આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાત કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે