ગોવામાં મેરેજ રજિસ્ટ્રેશન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર

2006માં તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં ગોવા કેબિનેટે મેરેજ પહેલા એચઆઇવી પરીક્ષણને ફરજિયાત કરવાના કાયદાને મંજૂરી આપી હતી

ગોવામાં મેરેજ રજિસ્ટ્રેશન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, સરકાર કરી રહી છે વિચાર

પણજી: ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ મંગળવારે કહ્યું કે તટીય રાજ્યની સરકાર વિવાહના રજિસ્ટ્રેશનથી પહેલા એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહી છે. રાણેએ આઇએએનએસને જણાવ્યું કે, અમે ગોવામાં મેરેજના રજિસ્ટ્રેશનથી પહેલા ભાવી દંપતિ માટે એચઆઇવી ટેસ્ટ ફરજિયાત કરવા પર વિચાર કરી રહ્યાં છે. તે અત્યારે ફરજિયાત નથી.

રાણે, જેઓ કાયદા મંત્રી પણ છે. તેમણે કહ્યું કે મેરેજ પહેલા એચઆઇવી ટેસ્ટ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવ પર કાયદા વિભાગ દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે.

રાણેએ કહ્યું, જો તેને જલ્હી વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવે છે, તો અમે રાજ્ય વિધાનસભાના મોનસૂન સત્રમાં કાયદો બનાવીશું. મોનસૂન સત્ર 15 જૂલાઇથી શરૂ થશે.

2006માં તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ રાખ્યો હતો, જેમાં ગોવા કેબિનેટે મેરેજ પહેલા એચઆઇવી પરીક્ષણને ફરજિયાત કરવાના કાયદાને મંજૂરી આપી હતી. પરંતુ પહેલ વધતી ન હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news