કોરોના પર Good News! નવા કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો, રિકવરી વધી

દેશમાં કોરોનાએ મચાવેલા કહેર બાદ હવે રાહતના સમાચાર આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.   

Updated By: May 15, 2021, 10:29 PM IST
કોરોના પર Good News! નવા કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો, રિકવરી વધી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણે તબાહી મચાવી છે. પરંતુ હવે થોડા રાહતના સમાચાર આવ્યા છે. હકીકતમાં છેલ્લા 4 દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે. એટલું જ નહીં સાજા થનારા લોકોની સંખ્યા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન આ જાણકારી આપી છે. 

ડો. હર્ષવર્ધને કહ્યુ- છેલ્લા સપ્તાહે 3-8 મે વચ્ચે સતત ચાર દિવસ સુધી જચાર લાખથી વધુ કેસ આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં તે સંખ્યા ઘટી છે અને રિકવર મામલાની સંખ્યા વધી ગઈ છે. 30 એપ્રિલ અને 6 મે વચ્ચે પોઝિટિવિટી રેટ 21.3 ટકા હતો પરંતુ આ સપ્તાહે ઘટીને 19.3 ટકા થઈ ગયો છે. 

તેમણે કહ્યું- આ સમયે દેશમાં 36,73,802 કોરોનાના એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,26,098 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ સંતોષની વાત છે કે સૌથી વધુ  3,53,299 લોકો સાજા થયા છે. 

આ પણ વાંચોઃ દેશમાં કેમ વધી રહ્યાં છે મ્યુકોરમાઈકોસિસના દર્દી, ડો. ગુલેરિયાએ જણાવ્યું કારણ

85 ટકા કેસ 10 રાજ્યોમાંથી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 85 ટકા 10 રાજ્યોમાંથી છે. મંત્રાલયે કહ્યું કે, 11 રાજ્યોમાં સંક્રમણના એક લાખથી વધુ એક્ટિવ કેસ છે, જ્યારે આઠ રાજ્યોમાં 50 હજારથી એક લાખ વચ્ચે સક્રિય કેસ છે. તેમણે જણાવ્યું કે, 24 રાજ્યોમાં સંક્રમણ દર 15 ટકા છે. 

સ્વાસ્ધથ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં 11 રાજ્ય એવા છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ વચ્ચે અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. 

તેમણે કહ્યું કે, દેશમાં સક્રિય કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 3 મેએ રિકવરી રેટ 81.3% હતા ત્યારબાદ રિકવરી રેટમાં સુધાર થયો છે. હવે રિકવરી રેટ 83.83% છે. 75 ટકા કેસ 10 રાજ્યોમાંથી આવી રહ્યાં છે અને કુલ સક્રિય કેસ 80 ટકા માત્ર 12 રાજ્યોમાંથી છે.

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube