Covid 4th Wave: કોરોનાના વધતા ખતરાએ સરકારની વધારી ચિંતા, પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

Corona Update India: કોરોનાએ ફરી એકવાર સરકારની ચિંતા વધારી છે. કોરોનાના વધતા ખતરા વચ્ચે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આગામી બુધવારના બેઠક કરશે.

Covid 4th Wave: કોરોનાના વધતા ખતરાએ સરકારની વધારી ચિંતા, પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

Corona Update India: દેશમાં કોરોનાના વધતા કેસ મામલે આગામી બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બઠેક કરશે. સત્તાવાર સૂત્રોએ શનિવારના આ જાણકારી આપતા તેમણે કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ આ મામલે એક પ્રેઝન્ટેશન આપશે. કોરોનાએ ફરી એકવાર સરકારની ચિંતા વધારી છે.

કોરોનાના 2527 નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારના જાહેરા કરેલા આંકડા અનુસાર કોરોનાના 2527 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે ભારતમાં મહામારીના કુલ કેસની સંખ્યા વધી 4,30,54,952 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળના કેસ વધીને 15,079 થયા છે. આંકડા અનુસાર 33 લોકોના મોત સાથે દેશમાં મહામારીથી મોતની સંખ્યા 5,22,149 થઈ ગઈ છે.

દિલ્હીમાં વધ્યો પોઝિટિવિટી રેટ
આ વચ્ચે માત્ર દિલ્હીમાં શનિવારના 4.82 ટકાના પોઝિટિવિટી રેટ સાથે કોરોનાના 1094 નવા કેસ નોંધાયા છે. શહેરના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સંક્રમણના કારણે બે લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ 18,73,793 કેસ છે. જ્યારે મૃતકની સંખ્યા 26,166 છે.

The daily positivity rate stands at 0.56% pic.twitter.com/iIRQ7CBLzn

— ANI (@ANI) April 23, 2022

હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા
રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા થોડા દિવસમાં કોરોનાના ઝડપી કેસ વધવા સાથે એક્ટિવ કેસની સંખ્યા 11 એપ્રિલના 601 થી વધીને 3,705 થઈ ગઈ છે. જો કે, હોસ્પિટલમાં દાખલ થવાનો દર અત્યાર સુધી ઓછો રહ્યો છે.
(ભાષા ઇનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news