ગુજરાત માટે અત્યંત ચિંતાજનક છે આ રિપોર્ટ, જાણો કયું નવું જોખમ તોળાઈ રહ્યું છે?
જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે 2050 સુધી પહોંચતા સુધીમાં તો હાલત ખરાબ થઈ જશે. તેમાં પણ યુપી, રાજસ્થાન અને ગુજરાતની હાલત તો વધુ ખરાબ થવાની હોવાના એંધાણ છે.
Trending Photos
જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે 2050 સુધી પહોંચતા સુધીમાં તો હાલત ખરાબ થઈ જશે. તેમાં પણ યુપી, રાજસ્થાન અને ગુજરાતની હાલત તો વધુ ખરાબ થવાની હોવાના એંધાણ છે. પાણી સૂકાઈ જશે પરંતુ પરસેવો નહીં સૂકાય. આ ત્રણ રાજ્યોમાં તો વધુ તાપમાનનો માર જાણે સામાન્ય પરિસ્થિતિ જેવું બની જશે. લોકોને પણ કદાચ 51 ડિગ્રી સેલ્સિયસમાં રહેવાની આદત પડવા લાગશે. 2050 સુધીમાં યુપી, રાજસ્થાન, ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં વધુ ગરમી જોવા મળી શકે છે. અહીં ચોંકાવનારી વાત એટલા માટે છે કે ગત વર્ષે કેલિફોર્નિયામાં જ્યારે પારો 54 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો ત્યારે હાલત બગડી ગઈ હતી. જંગલોમાં આગ લાગી હતી, કેલિફોર્નિયામાં આગ લાગી રહી હતી. કેનેડામાં તો એક કસ્બો બળીને ખાખ થઈ ગયો. હવે જો ભારતના આ રાજ્યોમાં પારો 50 કે તેથી ઉપર ગયો તો આ ગરમીને સહન કરી શકાશે ખરા? ચીનમાં રસ્તાઓ અને છતો પીગળી ગયા હતા. બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ ગઈ.
તાપમાન 51 ડિગ્રી ઉપર જઈ શકે છે
'ડાઉન ટુ અર્થ'એ જર્નલ કમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એનવાયરોનમેન્ટ જર્નલમાં છપાયેલા રિપોર્ટના હવાલે આ ખબર લખી છે. આ રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી છે કે જો બહુ ખરાબ સ્થિતિ ઊભી થઈ, તાપમાન વૃદ્ધિને રોકવામાં ન આવ્યું તો યુપી, રાજસ્થાન અને ગુજરાતને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ભયાનક ગરમીનો સામનો કરવો પડી શકે છે. એટલે કે હવાનું તાપમાન, અને ભેજ વધશે. તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપર પણ જઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારવી પડશે કે આ દરમિયાન લોકો ઘરની બહાર ન નીકળે.
અમેરિકાના નેશનલ વેધર સર્વિસના જણાવ્યાં મુજબ જ્યારે હીટ ઈન્ડેક્સ એટલે કે પારો 39.4 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાનું શરૂ કરે છે ત્યારે ખતરનાક ગરમીવાળા દિવસો શરૂ થાય છે. આ એજન્સી અમેરિકા અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન, પાણીની સ્થિતિ અને જળવાયુ મામલે ભવિષ્યવાણી કરે છે. તેના જણાવ્યાં મુજબ ભારતના કેટલાક વિસ્તારો 2050 સુધીમાં 100 દિવસ જેટલો સમય ગરમીનો પારો સહન કરશે. વર્ષ 2100 સુધીમાં આ અત્યંતવધુ ગરમીનો પીરિયડ ભારતના અનેક ભાગોને પોતાની ચુંગલમાં લઈ લેશે. તે 100 દિવસથી વધીને 150 દિવસ સુધી પણ જઈ શકે છે. આવામાં સમગ્ર ભારતની હાલાત ખરાબ થવાની નક્કી છે.
હાર્વડ યુનિવર્સિટીના પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચર વરગાસ જેપેટેલોએ જણાવ્યું કે આ પ્રકારની અત્યંત વધુ ગરમીવાળા હવામાન માટે ભારત એક હોટસ્પોટ છે. આ વર્ષ માર્ચ-એપ્રિલમાં પડેલી ગરમી એક્સ્ટ્રીમ હીટ નજીક પહોંચી ગઈ હતી. વરગાસ જેપેટેલો અને તેમની ટીમે વર્ષ 2050 અને 2100 સુધીની ભવિષ્યવાણી કરી છે. આ માટે તેમણે ગત દાયકાઓના તાપમાનનો ડેટા, જળવાયું, વસ્તી, આર્થિક વિકાસ અને કાર્બન ઈન્ટેન્સિટીના ડેટાનું વિશ્લેષણ કર્યું છે.
વરગાસ જેપેટેલોએ પોતાના સ્ટડીમાં 5, 50, અને 95ના પર્સેન્ટાઈલ પર બેસ્ટ કેસ, મોસ્ટ લાઈક્લી કેસ અને સૌથી ખરાબ પરિસ્થિતિનું આકલન કર્યું છે. જેપેટેલો કહે છે કે જો સમાજ કાર્બન ઉત્સર્જન સંપૂર્ણ રીતે સિમિત કરી દે તો 5 પર્સેન્ટાઈલવાળી સ્થિતિને હાંસલ કરી શકાય છે. સૌથી ખરાબ સ્થિતિ 50 પર્સેન્ટાઈલવાળી છે. એટલે કે માણસ સંપૂર્ણ રીતે ગરમી વધતી રોકી શકશે નહીં કે પ્રદૂષણને પણ નહીં.
જેટલું વધુ કાર્બન ઉત્સર્જન, એટલી વધુ ગરમી
જેપેટેલો અને તેમની ટીમે સૌથી પહેલા એ માહિતી મેળવી કે તે સમય સુધી કેટલું કાર્બન ઉત્સર્જન થશે. ત્યારબાદ એ તારણ નીકળ્યું કે તેનાથી કેટલું તાપમાન વધશે. તેનાથી હવામાન પર શું અસર થશે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર અને આ સ્ટડીમાં સામેલ એડ્રિયન સાફ્ટેરીએ કહ્યું કે અમારી ગણતરી મુજબ જે કાર્બન ઉત્સર્જન થવાનું છે, તેની અસરથી તાપમાન વધશે. રાજસ્થાન તો પહેલેથી જ ગરમીનો માર સહન કરતું આવ્યું છે પરંતુ તાપમાન વધ્યું તો હાલત વધુ ખરાબ થશે.
આ ત્રણ રાજ્ય જ નહીં સમગ્ર દેશ પર પડશે અસર
એડ્રિયને કહ્યું કે વર્ષ 2050 સુધીમાં ઉત્તર ભારત અને તેના પૂર્વ કાંઠા વિસ્તારોમાં 100થી 150 દિવસ સુધી ભયાનક ગરમી પડશે. ખરાબ સ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની થવાની છે. અહીં 150 દિવસ સુધી ભયાનક ગરમીની સ્થિતિ જોવા મળશે. તેનાથી પણ વધુ ખરાબ એ હશે કે વર્ષ 2100 સુધીમાં ભારતનો ઘણો મોટો હિસ્સો એ સ્થિતિ ઝેલશે જે આ ત્રણ રાજ્યો 2050થી ઝેલવાનું શરૂ કરશે.
ભારતીય સ્ટડીમાં પણ અપાઈ હતી ચેતવણી
વર્ષ 2019માં ભારતમાં થયેલા એક સ્ટડીમાં પણ બે હીટવેવની ભવિષ્યવાણી કરાઈ હતી. જેમાં વર્ષ 2020થી 2064 સુધીમાં અત્યંત વધુ ગરમીના દિવસ 12થી 18 વચ્ચે હતા. ભારતના દક્ષિણી ભાગ એટલે કે કાંઠા વિસ્તારોએ આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે એવું કહેવાયું હતું. નવા સ્ટડી મુજબ વર્ષ 2100 સુધીમાં ગરમીના ભયાનક દિવસ બમણા થવાના છે. એ પણ ત્યારે કે જ્યારે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસ પર રોકવામાં સફળ થાય. એટલે કે આ સફળતા મળે તો પણ 2100 સુધીમાં ગરમીના ભયાનક દિવસો તો વધવાના છે. પરંતુ આ દરમિયાન અમેરિકા, પશ્ચિમી યુરોપ, ચીન, અને જાપાનમાં અત્યંત વધુ ગરમીના દિવસો 3થી 10 ગણા વધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે