અંબાલાલે કહ્યું એ સાચું? બંગાળની ખાડીમાં ઉથલપાથલ, એકવાર ફરીથી ચક્રવાતી તોફાન ભીષણ તબાહી મચાવવા તૈયાર!

બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના પગલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે અને સમુદ્રી કાંઠાવાળા રાજ્યોમાં વરસાદ પડશે. આંધી તોફાન સાથે વીજળીના ગડગડાટ અને કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે.

અંબાલાલે કહ્યું એ સાચું? બંગાળની ખાડીમાં ઉથલપાથલ, એકવાર ફરીથી ચક્રવાતી તોફાન ભીષણ તબાહી મચાવવા તૈયાર!

દિવાળી બાદ દેશભરમાં માહોલ બદલાઈ ચૂક્યો છે. સમગ્ર ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે ફરીથી એકવાર ચક્રવાતી તોફાન એક્ટિવ થવાનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના પગલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે અને સમુદ્રી કાંઠાવાળા રાજ્યોમાં વરસાદ પડશે. આંધી તોફાન સાથે વીજળીના ગડગડાટ અને કરા પડવાની પણ ચેતવણી અપાઈ છે. આવામાં ચક્રવાતી તોફાન એકવાર ફરીથી તબાહી મચાવવા માટે તૈયાર છે. હવામાન વિભાગે 12 નવેમ્બર સુધી સાઉથ ઈન્ડિયા અને નોર્થ ઈન્ડિયાના કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જાણો હવામાન આગાહી અંગે લેટેસ્ટ અપડેટ.

5 દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ બંગાળની ખાડીમાં સેન્ટરમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની રહી છે. જેના પ્રભાવથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે અને હવાઓનું ચક્રવાત બનશે. જેની અસરથી 12 નવેમ્બર સુધી કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદમાન નિકોબાર ટાપુઓમાં તોફાની પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે વીજળી ચમકશે અને ભારે વરસાદના એંધાણ છે. મણિપુરના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. 8થી 10 નવેમ્બર વચ્ચે કેરણ અને માહે, આંધ્રના કાંઠા વિસ્તારો, યનમ અને રાયલસીમામાં છૂટાછવાયા કરાવૃષ્ટિ થવાની શક્યતા છે. આવામાં હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. 

— India Meteorological Department (@Indiametdept) November 6, 2024

છેલ્લા 24 કલાકના હવામાન રિપોર્ટની વાત કરીએ તો હવામાન વિભાગના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં અનેક રાજ્યોમાં ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. દેશના પશ્ચિમ મધ્ય પ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, અને  કરાઈકલ, કેરળને બાદ કરતા બાકી રાજ્યોમાં ન્યૂનતમ તાપમાન સતત ઉપર બનેલું છે. માહેમાં કેટલાક સ્થળો પર ન્યૂનતમ તાપમાનમાં 1-2℃ નો ઘટાડો થયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરી મધ્ય પ્રદેશ, યુપીમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી 2-4℃ ઉપર રહ્યું. બિહાર, ઝારખંડ, અને ગંગીય પશ્ચિમ બંગાળમાં મહત્તમ તાપમાન સામાન્યથી 2-4℃ ઉપર છે. રાજસ્થાન, ગુજરાત, વિદર્ભ અને છત્તીસગઢમાં ન્યૂનતમ તાપમાન પણ સામાન્યથી ઉપર જોવા મળી રહ્યું છે.

— India Meteorological Department (@Indiametdept) November 6, 2024

ગુજરાતનું હવામાન
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 5 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યવાસીઓએ બપોરના સમયે ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઊંચું નોંધાયું છે. બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. 

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું છે કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો, દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા બે અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે. 

જો કે, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડ્યું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં.

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news