માત્ર માયાવતીનાં ખસી જવાથી વિપક્ષ વિખરાઇ નહી જાય: પૂર્વ PM દેવગૌડા

દેવગૌડાએ કહ્યું કે, તમામ રાજ્યોનાં નેતાઓની પ્રાથમિકતા હોય છે અને લોકસભા ચૂંટણીમાં હજી ઘણો સમય બાકી છે, એક ઘટનાનાં આધારે તમે પરિણામો નક્કી ન કરી શકો

માત્ર માયાવતીનાં ખસી જવાથી વિપક્ષ વિખરાઇ નહી જાય: પૂર્વ PM દેવગૌડા

નવી દિલ્હી : જનતા દળ (સેક્યુલર)નાં પ્રમુખ એચ.ડી દેવગૌડાએ ગુરૂવારે કહ્યું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવા સંબંધી બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીનાં નિર્ણયને વિપક્ષી એકતા વિખરાય નહી જાય. પૂર્વ વડાપ્રધાને તેના પર જોર આપ્યું કે, આવતા વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા ભાજપની વિરુદ્ધ મહાગઠબંધન બનાવવા માટે હજી પણ વધારે સમય છે. તેમણે માયાવતીનાં નિર્ણયનાં કારણે કોઇ પણ પરિણામ પર પહોંચવાની વિરુદ્ધ ચેતવણી આપી. 
તેમ પુછવામાં આવતા કે માયાવતીનાં નિર્ણય બાદ વિપક્ષની એકતા વિખરાઇ રહી છે.ગૌડાએ કહ્યું કે, મને એવું નથી લાગતો. તેમણે કહ્યું કે, તમામ રાજ્યોનાં નેતાઓની પોતાની પ્રાથમિકતા ચે અને સામાન્ય ચૂંટણીમાં હાલ સમય છે. એક ઘટનાનાં આધાર પર પરિણામ નહોતા નિકળી શક્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બસપા પ્રમુખે બુધવારે જાહેરાત કરી કે રાજસ્થાન મધ્યપ્રદેશમાં વર્ષનાં અંતે યોજનાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી માત્ર એકલાનાં દમ પર અથવા ક્ષેત્રીય દળોની સાથે ગઠબંધનમાં લડશે. તેઓ કોંગ્રેસની સાથે ગઠબંધન કરશે. 

માયાવતીએ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન અજિત જોગીની પાર્ટી સાથે પૂર્વમાં પણ ગઠબંધન કર્યું હતું. એકલાનાં દમ પર ચૂંટણી લડવાની માયાવતીનાં નિર્ણયને કોંગ્રેસ માટે અને ભાજપની વિરુદ્ધ મહાગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવે છે. બુધવારે માયાવતીનાં નિશાન પર કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ રહ્યા. પાર્ટી દ્વારા અપાયેલા એક નિવેદનમાં માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ જેવા લોકો ચૂંટણી સમજુતી ક્યારે પણ થવા દેવા નથી માંગતા. 

માયાવતીએ જો કે કોંગ્રેસ નેતૃત્વ પ્રત્યે નરમ વલણ દેખાડતા તેમ પણ કહ્યું કે, એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી સંરક્ષક સોનિયા ગાંધી, બંન્ને ઇચ્છે છે કે દેશમાં લોકસભા અને તેની પહેલા જે રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે, બીજી તરફ કોંગ્રેસ તથા બસપા મળીને ચૂંટણી લડશે. જેના કારણે ભાજપને સત્તામાં આવતી અટકાવી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news