હજ સબસિડી બંધ કરાતા ઓવૈસીએ પૂછ્યું, હિન્દુ તીર્થયાત્રા માટે અપાતી સબસિડીનું શું?

ઓવૈસીએ દાવો કર્યો કે કુંભમેળા માટે પણ ધન અપાય છે, જ્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકાર ચારધામ યાત્રા માટે અનુદાન આપે છે.

હજ સબસિડી બંધ કરાતા ઓવૈસીએ પૂછ્યું, હિન્દુ તીર્થયાત્રા માટે અપાતી સબસિડીનું શું?

હૈદરાબાદ: હજ સબસિડીને મુસ્લિમોના તૃષ્ટિકરણ અને વોટબેન્ક ગણાવવા બદલ ભાજપ પર આક્રમક પ્રહારો કરતા એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં પાર્ટીની સરકારે તીર્થયાત્રા માટે ધન આપ્યું છે અને તેઓ જાણવા માંગે છે કે શું તેને પણ બંધ કરી શકાય છે. 

કુંભમેળા માટે પણ અપાય છે ધન-ઓવૈસી
ઓવૈસીએ દાવો કર્યો કે કુંભમેળા માટે પણ ધન અપાય છે, જ્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકાર ચારધામ યાત્રા માટે અનુદાન આપે છે. તેમણે કહ્યું કે બહુ સમય પહેલા તેમણે પોતે જ હજ સબસિડી બંધ કરવાની માગણી કરી હતી. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે આ વર્ષે હજ સબસિડી 200 કરોડ રૂપિયા છે અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 2022 સુધીમાં તેને ખતમ કરવાની હતી. 2006થી હું માંગણી કરતો રહ્યું છે કે તેને ખતમ કરવી જોઈએ અને તે રકમનો ઉપયોગ મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે થવો જોઈએ. 

હિન્દુ તીર્થયાત્રીઓને અપાતી નાણાકીય સહાય અને સબસિડી ખતમ કરવા માટે પડકાર ફેંક્યો
મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન(એમઆઈએમ)ના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને દેશના વિભિન્ન ભાગમાં હિન્દુ તીર્થયાત્રીઓને અપાતી નાણાકીય સહાયતા અને સબસિડી ખતમ કરવા માટે પડકાર ફેંક્યો. ઓવૈસીએ કેન્દ્ર સરકાર દ્વારા હજ સબસિડી ખતમ કરવા પર નિવેદન આપતા કહ્યું કે ભાજપ, આરએસએસ તથા અન્ય માત્ર 200 કરોડ  રૂપિયા પર હોબાળો મચાવી રહ્યાં છે અને તેને અલ્પસંખ્યકોનું તૃષ્ટિકરણ ગણાવી રહ્યાં છે, જ્યારે વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન ધાર્મિક આયોજનો અને તીર્થયાત્રાઓ પર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરાય છે. 

— Asaduddin Owaisi (@asadowaisi) January 16, 2018

હજ સબસિડી 2022 સુધીમાં ખતમ થવાની જ હતી-ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે આમ પણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હજ સબસિડી વર્ષ 2022 સુધીમાં ખતમ થવાની હતી. આથી નરેન્દ્ર મોદી સરકારને તેના માટે ઉછળવું જોઈએ નહીં. તેમણે પૂછ્યું કે શું કેન્દ્ર તથા રાજ્યોની ભાજપ સરકારો અન્ય સબસિડીને પણ આ રીતે ખતમ કરશે. તેમણે કહ્યું કે "હું ભાજપ, વડાપ્રધાન અને આરએસએસને પૂછી રહ્યો છું કે જો હજ સબસિડી તૃષ્ટિકરણ છે તો વર્ષ 2014ના કુંભમેળા માટે આપવામાં આવેલા 1150 કરોડ રૂપિયા, મોદી સરકાર દ્વારા ગત વર્ષે સિંહસ્થ મહાકુંભ માટે મધ્ય પ્રદેશ સરકારને અપાયેલા 100 કરોડ રૂપિયા અને આ જ રીતે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવેલા 3400 કરોડ રૂપિયા શું છે"

— Asaduddin Owaisi (@asadowaisi) January 16, 2018

માનસરોવર યાત્રા માટે અપાતી સબસિડીને ખતમ કરવાનો પડકાર ફેંક્યો
ઓવૈસીએ યુપી સરકારને માનસરોવરની યાત્રા માટે દરેક તીર્થયાત્રીને અપાતી દોઢ લાખની સબસિડીને ખતમ કરવાનો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર ચાર ધામની યાત્રાએ જતા લોકોને 20000 રૂપિયા આપે છે. શું તે બહુસંખ્યકોનું તૃષ્ટિકરણ નથી? તેમણે કહ્યું કે ગુજરાતમાં રાજ્ય સરકારો લાંબા સમયથી પૂજારીઓને ધન આપી રહી છે. તેમણે પૂછ્યું કે શું તે તૃષ્ટિકરણ અને વોટબેન્ક રાજનીતિ નથી? હરિયાણા સરકારે ડેરા સચ્ચા સૌદાને એક કરોડ રૂપિયા કેમ આપ્યા હતાં? શું તે ચૂંટણીલક્ષી તૃષ્ટિકરણ હતું? ઓવૈસીએ કહ્યું કે તે વર્ષ 2006થી હજ સબસિડી ખતમ કરવા માટે કહેતા આવ્યાં છે. તેમણે કહ્યું કે આ સબસિડીના રૂપિયાનું મુસ્લિમ અલ્પસંખ્યક બાળકો, ખાસ કરીને છોકરીઓના શિક્ષણ પર ખર્ચ કરવો જોઈએ. 

— Asaduddin Owaisi (@asadowaisi) January 16, 2018

— Asaduddin Owaisi (@asadowaisi) January 16, 2018

— Asaduddin Owaisi (@asadowaisi) January 16, 2018

— Asaduddin Owaisi (@asadowaisi) January 16, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news