UP: શકના કીડાએ પતિને બનાવ્યો હેવાન, તાંબાના તારથી પત્નીના પ્રાઈવેટ પાર્ટને પહેલા તો...

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રામપુરથી એકદમ ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં એક પતિએ પત્ની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી.

UP: શકના કીડાએ પતિને બનાવ્યો હેવાન, તાંબાના તારથી પત્નીના પ્રાઈવેટ પાર્ટને પહેલા તો...

રામપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રામપુરથી એકદમ ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં એક પતિએ પત્ની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. પત્નીના ચરિત્ર પર શક કરીને પત્નીની પહેલા તો ખુબ પીટાઈ કરી. ત્યારબાદ તેના હાથ પગ બાંધીને મોઢામાં કપડાં ઠૂસી દીધા અને પછી તેનો પ્રાઈવેટ પાર્ટ તાંબાના તારથી સીવી નાખ્યો. પોલીસે પતિની ધરપકડ કરી લીધી છે. 

આ ઘટના મિલક કોતવાલી વિસ્તારની છે. અહીંના એક ગામમાં રહેતો યુવક મજૂરીકામ કરે છે. તેના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. પત્નીએ જણાવ્યું કે લગ્ન બાદથી તેના પતિની હરકતો વિચિત્ર હતી. તે તેના પર શક કરતો હતો. તેને કોઈ અન્ય સાથે વાત કરવા દેતો નહતો. તેનો મોબાઈલ ચેક કરતો અને હંમેશા તેના પર નજર રાખતો. 

આવી હેવાનિયત
પત્નીએ જણાવ્યું કે પતિને તેના પર શક હતો કે તેના ગયા બાદ તે કોઈ અન્ય સાથે સેક્સ કરે છે. આથી તેણે રૂમમાં બંધ કરીને તેની પીટાઈ કરી. પીટાઈ કર્યા બાદ ખાટલા પર સૂવાડીને હાથ પગ બાંધી દીધા અને મોઢામાં કપડા ઠુંસી દીધા. જેથી કરીને તે બૂમો પાડી ન શકે. 

વીજળીના તાર છોલીને તાંબાના તાર કાઢ્યા
પતિએ વીજળીના તારને છોલીને અંદરથી તાંબાના તાર કાઢ્યા. ત્યારબાદ તેના પ્રાઈવેટ પાર્ટને ટાંકા લેવા લાગ્યો. પત્નીએ જણાવ્યું કે તેને ખુબ જ દુખાવો થતો હતો પરંતુ તે બૂમો પણ પાડી શકતી નહતી. તેનો પ્રાઈવેટ પાર્ટ સીવી લીધા બાદ પતિએ તેના હાથ પગ ખોલ્યા અને ત્યાંથી ભાગી ગયો. તે પહેલા તેણે તેની પત્નીને ધમકી પણ આપી. 

પત્નીએ જણાવ્યું કે તેને ખુબ દર્દ થતું હતું. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. તેણે માતાને ફોન કરીને જાણ કરી. તેના ઘરવાળા પહોંચ્યા અને મહિલાને હોસ્પિટલને ખસેડી. લોકોએ પોલીસને સૂચના આપી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કેસ દાખલ કરીને પતિની શોધ શરૂ કરી દીધી છે. છેલ્લે મળેલી માહિતી મુજબ મહિલાના પતિની મોડી રાતે ધરપકડ કરી લેવાઈ છે. 

આ બાજુ પીડિત મહિલાની માતાએ જણાવ્યું કે લગ્ન બાદથી જ તેનો જમાઈ પુત્રી સાથે મારપીટ કરતો હતો. પુત્રી ખુબ પરેશાન હતી. હવે તેણે હદ કરી નાખી. ક્યારેય વિચાર્યું પણ નહતું કે તે આવું કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news