પાકિસ્તાન જીત્યું તો પત્નીએ ફોડ્યા ફટાકડા, વોટ્સએપ સ્ટેટસ જોઈ પતિએ કર્યો કેસ

Husband FIR Against His Wife: પત્ની અને તેના પરિવારજનોની હરકતથી વ્યક્તિ નારાજ થઈ ગયો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પાકિસ્તાનનો સપોર્ટ કરવો મહિલાને મોંઘો પડી ગયો. 
 

પાકિસ્તાન જીત્યું તો પત્નીએ ફોડ્યા ફટાકડા, વોટ્સએપ સ્ટેટસ જોઈ પતિએ કર્યો કેસ

રામપુરઃ ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં ભારત (India) વિરુદ્ધ પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવો એક મહિલા અને તેના પરિવારજનોને ભારે પડી ગયો. મહિલાના પતિએ પોતાની પત્ની અને તેના પરિવારજનો વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરાવી છે. મહત્વનું છે કે આ મામલો ઉત્તર પ્રદેશના રામપુરનો છે. ટી20 વિશ્વકપમાં પાકિસ્તાનની જીત બાદ મહિલા અને તેના પરિવારજનોએ કથિત રીતે ફટાકડા ફોડ્યા ગતા. એટલું જ નહીં મહિલાએ પાકિસ્તાનના સમર્થનમાં WhatsApp સ્ટેટસ પણ લગાવ્યું હતું. 

પતિએ પત્ની વિરુદ્ધ નોંધાવ્યો કેસ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલા અને તેના પરિવારજનો વિરુદ્ધ તેના પતિએ એફઆઈઆર દાખલ કરાવી છે. વ્યક્તિની ફરિયાદના આધાર પર પોલીસ સ્ટેશનમાં (Police Station) કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. 

WhatsApp સ્ટેટસ પર લગાવ્યું હતું પાકિસ્તાન ઝિંદાબાદનું સ્ટીકર
મહત્વનું છે કે ફરિયાદી ઈશાન મિયાં રામપુરના અજીમ નગરના રહેવાસી છે. તે દિલ્હીમાં જોબ કરે છે. ઈશાનની પત્ની રાબિયા શમસી રામપુરના જંગ વિસ્તારમાં પોતાના માતા-પિતાને ત્યાં રહે છે. ટી20 વિશ્વકપમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. ઈશાન મિયાંએ જોયું કે તેની પત્ની રાબિયા શમસીએ મેચ બાદ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પાકિસ્તાન ઝિંદાબાદનું સ્ટીકર લગાવ્યું હતું. આ સિવાય રાબિયાએ ભારતીય ટીમના ખેલાડીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ વાતથી ઈશાન મિયાં નારાજ થઈ ગયો અને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. 

પતિ સામે દહેજ ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે ફરિયાદી ઈશાન મિયાં વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. રાબિયા શમસીએ ઈશાન મિયાં વિરુદ્ધ રામપુરના જંગ પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વાતનો બદલો લેવા માટે ઈશાન મિયાંએ પોતાની પત્ની અને સાસરિયા પક્ષ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. 

મહત્વનું છે કે 24 ઓક્ટોબર 2021ના ભારત-પાકિસ્તાન (India-Pakistan Cricket Match) વચ્ચે આઈસીસી ટી20 વિશ્વકપમાં ટક્કર થઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવાને લઈને ઉત્તર પ્રદેશમાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. આગરામાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news