હૈદરાબાદ એન્કાઉન્ટર: તેલંગાણા હાઇકોર્ટમાં આજે સુનાવણી, કોર્ટે માંગ્યો રિપોર્ટ
ડો દિશા ગેંગરેપ-મર્ડર કેસમાં છ ડિસેમ્બરના રોજ ચારેય આરોપીઓના એન્કાઉન્ટર કેસમાં આજે તેલંગાણા હાઇકોર્ટમાં સુનાવની થશે. આ પહેલાં તે દિવસે સાંજે તેલંગાણા કોર્ટે કેસને સંજ્ઞાન લેતાં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે મુઠભેડમાં મૃત્યું પામેલા આરોપીઓની લાશને 9 ડિસેમ્બરના રોજ સાંજે 08:00 વાગ્યા સુધી સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ કોર્ટે ચારેય લાશોના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરાવવા માટે કહ્યું હતું.
Trending Photos
હૈદરાબાદ: ડો દિશા ગેંગરેપ-મર્ડર કેસમાં છ ડિસેમ્બરના રોજ ચારેય આરોપીઓના એન્કાઉન્ટર કેસમાં આજે તેલંગાણા હાઇકોર્ટમાં સુનાવની થશે. આ પહેલાં તે દિવસે સાંજે તેલંગાણા કોર્ટે કેસને સંજ્ઞાન લેતાં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે મુઠભેડમાં મૃત્યું પામેલા આરોપીઓની લાશને 9 ડિસેમ્બરના રોજ સાંજે 08:00 વાગ્યા સુધી સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ કોર્ટે ચારેય લાશોના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરાવવા માટે કહ્યું હતું. સાથે સમગ્ર એન્કાઉન્ટરનો રિપોર્ટ માંગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાણાની રાજધાનીમાં વેટનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને નિર્મમ હત્યાની ઘટનાના 10 દિવસ બાદ પોલીસે છ ડિસેમ્બરના રોજ રંગારેડ્ડી જિલ્લામાં શાદનગર પાસે મુઠભેડમાં ચારેય આરોપીઓને ઠાર માર્યા હતા.
30 મિનિટ ચાલ્યું એન્કાઉન્ટર, આરોપીઓએ ફાયરિંગ કર્યું
પોલીસે જણાવ્યું કે અમે સાયન્ટિફિક રીતે તપાસ કરી અને ત્યારબાદ જ ચારેય આરોપીઓ પકડાયા હતાં. પોલીસનું કહેવું છે કે પૂરતા સાક્ષીઓના આધારે જ તેમની ધરપકડ થઈ અને તે હેઠળ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે આપી હતી. 5 અને 5 ડિસેમ્બરના રોજ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. આજે સવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે ગયા હતાં. ત્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાની કોશિશ કરી. 2 આરોપીઓએ પોલીસ ઉપર પણ ગોળી ચલાવી. આ ઘટના સવારે 5.45થી 6.15 વચ્ચે થઈ.
આરોપીઓ પાસેથી 2 હથિયાર મળ્યાં, 2 પોલીસકર્મીઓ ઘાયલ
કમિશનર સજ્જનારે કહ્યું કે આરોપીઓ પાસેથી 2 હથિયાર પણ મળી આવ્યાં. તેમણે કહ્યું કે અમે ગોળી ચલાવતા પહેલા તેમને સરન્ડર કરવાનું અનેકવાર કહ્યું પરંતુ તેઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતાં. આવા સંજોગોમાં અમારા કર્મીઓએ ગોળી ચલાવવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહો જપ્ત કરીને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમારા 2 અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
માનવાધિકાર સંગઠનોને જવાબ આપવા માટે તૈયાર
પોલીસ એન્કાઉન્ટર પર ઉઠેલા સવાલો પર તેમણે કહ્યું કે અમે એનએચઆરસી, રાજ્ય સરકાર કે કોઈ પણ અન્ય સંગઠનના જે પણ સવાલ છે તેમના જવાબ આપવા માટે તૈયાર છીએ. આ સાથે જ પોલીસ વિભાગ તરફથી સીસીપીએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમ પર પીડિતાની ઓળખ ઉજાગર નહીં કરવાની પણ અપીલ કરી.
ભાજપના મહિલા સાંસદે એન્કાઉન્ટર પર ઉઠાવ્યાં સવાલ
ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter) પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે.
અથડામણની ટીકા કરતા મેનકા ગાંધીએ કહ્યું કે જે પણ થયું તે આ દેશ માટે ખુબ ભયાનક થયું છે. તમે ઈચ્છો છો એટલે કરીને કઈ તમે લોકોને આ રીતે મારી શકો નહીં. તમે કાયદાને તમારા હાથમાં લઈ શકો નહીં, આમ પણ તેમને કોર્ટમાંથી ફાંસીની જ સજા મળત. તેમણે કહ્યું કે જો ન્યાય બંદૂકથી કરવામાં આવે તો આ દેશમાં અદાલતો અને પોલીસની શું જરૂર છે?
શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો હતો. યુવતીનો મૃતદેહ (28 નવેમ્બર)ના રોજ ગુરુવારે મળી આવ્યો હતો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો.
ડોક્ટર 27 નવેમ્બરે સવારે પોતાના ઘરેથી કોલ્લૂરુ ગામમાં એક પશુ ચિકિત્સાલયમાં પોતાની ડ્યૂટી માટે નીકળી હતી. રાતે ઘરે પાછા ફરતી વખતે તેણે બહેનને ફોન કરીને કહ્યું હતું કે તેનું ટુ-વ્હીલરવાહન ખરાબ થઈ ગયું છે. તેણે બહેનને એમ પણ કહ્યું કે તે ડરેલી છે. જ્યારે તેના પરિવારે ત્યારબાદ યુવતીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો મોબાઈલ બંધ હતો.
ફૂટેજના આધારે ધરપકડ
પોલીસના જણાવ્યાં મુજબ તમામ આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે બની શકે કે પીડિતાના સ્કૂટરને જાણી જોઈને ટાયર પંચર કરવામાં આવ્યું હોય અને પછી મદદના બહાને રેપ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગી પણ રિપોર્ટ માંગ્યો
આયોગના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે આ સમિતિ દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી શાંતિથી બેસશે નહીં. તેમણે હૈદરાબાદ પોલીસ પાસે વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ માંગ્યો હતો. આ બધા વચ્ચે પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે ડોક્ટરના મૃતદેહને દુપટ્ટામાં લપેટીને ફ્લાયઓવર નીચે લાવવામાં આવ્યો અને તેને બાળી મૂક્યો હતો. મહિલા ડોક્ટરની લાશ એટલી બળી ગઈ હતી કે ઓળખાણ પણ મુશ્કેલ થઈ હતી. પીડિતાએ ગણેશજીનું લોકેટ પહેર્યું હતું જેના કારણે મૃતદેહની ઓળખ થઈ શકી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે