IAS અધિકારીના પુત્રની તુર્કીમાં હત્યા, વેકેશનમાં મિત્રો સાથે ગયો હતો ઇસ્તાંબુલ
તેલંગાણાના વરિષ્ઠ આઇએએસ અધિકારી શશાંક ગોયલના 24 વર્ષીય પુત્ર શુભમ ગોયલની ગત 24 મેના રોજ ઇસ્તાંબુલમાં હત્યા કરી દેવામાં આવી. તે પોતાના મિત્રો સાથે વેકેશન માણવા માટે ઇસ્તાંબુલ ગયો હતો. શુભમ અને તેનો મિત્ર સુધાંશુ જે નોઇડાના રહેવાસી છે,
Trending Photos
હૈદ્વાબાદ: તેલંગાણાના વરિષ્ઠ આઇએએસ અધિકારી શશાંક ગોયલના 24 વર્ષીય પુત્ર શુભમ ગોયલની ગત 24 મેના રોજ ઇસ્તાંબુલમાં હત્યા કરી દેવામાં આવી. તે પોતાના મિત્રો સાથે વેકેશન માણવા માટે ઇસ્તાંબુલ ગયો હતો. શુભમ અને તેનો મિત્ર સુધાંશુ જે નોઇડાના રહેવાસી છે, તેમનો સામનો ઇસ્તાંબુલમાં હથિયારબંધ બદમાશોની એક ગેંગ સાથે થયો જે તેમની પાસે પૈસાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સુધાંશુએ પોતાના બધા પૈસા બદમાશોને આપી દીધા, પરંતુ શુભમે આમ કરવાની ના પાડી દીધી.
ત્યારબાદ બદમાશોએ શુભમ પર ચાકૂ અને હથિયાર વડે હુમલો કર્યો, જેથી તેનું મોત નિપજ્યું. દૈનિક અંગ્રેજી સમાચારપત્ર 'ધ હિંદુ'એ એક સત્તાવાર હવાલેથી જણાવ્યું કે જ્યારે છોકરાએ બદમાશોની માંગને નકારી દીધી તો તે લોકોએ ચાકૂ વડે તેના પર હુમલો કર્યો. જેથી થોડા સમય બાદ તેનું મોત નિપજ્યું હતું.
પરિવારના સભ્યોએ પણ આ ઘટના વિશે 'ધ ન્યૂ ઇન્ડીયન એક્સપ્રેસ'ને જણાવ્યું કે, શુભમના મિત્રએ બદમાશોને પૈસા આપ્યા, જ્યારે તેણે તેનો વિરોધ કરતાં પૈસા આપવાની ના પાડી દીધી, જેથી તે ગુસ્સે થયા અને ચાકૂ અને હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી.
શુભમ જે અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે અને અમેરિકી ફેડરલ બેંકમાં ડે. મેનેજર તરીકે કામ કરતો હતો, તાજેતરમાં જ પારિવારીક લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યો હતો. તેણે અને સુધાંશુએ અમેરિકા પરત ફરતાં પહેલાં વેકેશન ઉજવવા માટે ઇસ્તાંબુલ જવાનો નિર્ણય કર્યો હતો. શુભમ ગોયલનો મૃતદેહ શનિવારે (26 મે)ના રોજ દિલ્હી પહોંચ્યો અને બીજા દિવસે 27મેના રોજ ઉત્તરાખંડના રૂડકી સ્થિત પૈતૃક ઘરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે