કોરોના સંકટ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ રક્ષા કરાર, PM મોદીએ કહી આ વાત

બંને દેશો વચ્ચે થયેલા આ લોજિસ્ટિક સહયોગ કરાર (એમએલએસએ) હેઠળ સંપૂર્ણ રક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા ઉપરાંત બંને દેશોની મિલિટ્રીને સમારકામ અને આપૂર્તિ બહાલી માટે એકબીજાના સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી.

કોરોના સંકટ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ રક્ષા કરાર, PM મોદીએ કહી આ વાત

નવી દિલ્હી: કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે મહત્વપૂર્ણ રક્ષા કરાર થયા છે. બંને દેશોએ લોજિસ્ટિક સહયોગના ઉદ્દેશ્યથી એકબીજાના સૈન્ય અડ્ડાઓ સુધી પરસ્પર પહોંચ સુગમ બનાવવામાં મહત્વપૂર્ણ કરાર સહિત સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ગુરૂવારે છ અન્ય કરાર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને તેમના ઓસ્ટ્રેલિયાઇ સમકક્ષ સ્કોટ મોરિસનના ઓનલાઇન શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ આ કરાર થયો. 

બંને દેશો વચ્ચે થયેલા આ લોજિસ્ટિક સહયોગ કરાર (એમએલએસએ) હેઠળ સંપૂર્ણ રક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા ઉપરાંત બંને દેશોની મિલિટ્રીને સમારકામ અને આપૂર્તિ બહાલી માટે એકબીજાના સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે આવો જ કરાર અમેરિકા, ફ્રાંસ અને સિંગાપુર સાથે કર્યો છે. 

બંને દેશોએ સાઇબર અને સાઇબરયુક્ત ટેક્નોલોજી તથા ખનિજ તથા ખનન, સૈન્ય ટેક્નોલોજી, વ્યવસાયિક શિક્ષા તથા જલ સંશાધન મેનેજમેન્ટ જેવા વિસ્તારોમાં દ્વિપક્ષીય સહયોગ પર કરાર કર્યા. બંને પક્ષોએ આતંકવાદના ખતરા, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં નવહન સુરક્ષા પડકાર, વિશ્વ વેપાર સંગઠનમાં સુધારો તથા કોરોના વાયરસ સંકટનો સામનો કરવાન રસ્તા સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. 

બંને દેશોએ આતંકવાદને ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે ખતરો માનવા અને આ બુરાઇ દરેક રૂપની આકરી નિંદા કરતાં ભાર મુક્યો કે કોઇપણ આધાર પર આતંકવાદી ગતિવિધિઓ યોગ્ય અટકાવવામાં આવે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ઓસ્ટ્રેલિયાના પોતાના સમકક્ષ સ્કોટ મોરિસન સાથે ઓનલાઇન શિખર સંમેલનમાં ભાગ લેતાં કહ્યું કે ભારતમાં તમામ ક્ષેત્રોને સામેલ કરતાં સમગ્ર સુધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, કારણ કે તે કોરોના વાયરસ સ6કટને એક 'અવસર'ના રૂપમાં જોઇ રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું ''આ કઠિન સમયમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય સમુદાયના, અને ખાસકરીને ભારતીય વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તેના માટે વિશેષ આભારી છું. તેમણે કહ્યું કે 'અમારી સરકારે આ સંકટને એક અવસરની માફક જોવાનો નિર્ણય કર્યો લીધો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક સુધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખૂબ જલદી જ જમીની સ્તર પર તેના પરિણામ જોવા મળશે. આપણી મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે આપણી પાસે અસીમ સંભાવનાઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news