IPLમાં તોફાની ઈનિંગ રમવાની તૈયારીમાં હાર્દિક પંડ્યા, 'હેલીકોપ્ટર શોટ'નો વીડિયો વાયરલ
હેલીકોપ્ટર શોટ ફટકારવાનો પ્રયત્ન કરનાર હાર્દિક પંડ્યાને યૂઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી થશે. આ લીગમાં રમનારી ટીમોના ખેલાડીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજ રીતે મુંબઈ ઈન્ડિયન્સનો ક્રિકેટર હાર્દિક પંડ્યા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સિગ્નેચર 'હેલીકોપ્ટર' શોટ રમવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો છે.
Guess my inspiration behind this shot? 🚁 😍 pic.twitter.com/9mwQ6uNg3g
— hardik pandya (@hardikpandya7) March 14, 2019
ભારતીય ટીમના આ ઓલરાઉન્ડરે મુંબઈ ઈન્ડિયન્સના અભ્યાસ સત્ર દરમિયાન આ શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો. પંડ્યાએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી હેલીકોપ્ટર શોટની એક ક્લિપ શેર કરતા લખ્યું, અંદાજ લગાવો કે આ શોટની પાછળ મારો પ્રેરણાસ્ત્રોત કોણ છે?
મહત્વનું છે કે યોર્કર બોલનો મુકાબલો કરવા માટે હેલીકોપ્ટર શોટ એક પ્રભાવી રીત છે, જેનો ઉપયોગ હંમેશા બોલર નાના ફોર્મેટના મેચમાં કરે છે. પ્રશંસકો માટે ખુશીની વાત છે કે હાર્દિક પંડ્યા ફરી એકવાર રમવા માટે તૈયાર થઈ ગયો છે. આ પહેલા તેને પીઠના નિચલા ભાગમાં થયેલી ઈજા બાદ હાલમાં સમાપ્ત થયેલી વનડે સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ સિરીઝ મહેમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ 3-2થી પોતાના નામે કરી લીધી હતી.
ભારતના આ ઓલરાઉન્ડરને તેની તોફાની બેટિંગ માટે જાણવામાં આવે છે. આ સાથે તે ઉપયોગી બોલર પણ છે. પંડ્યાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં અત્યાર સુધી 67 સિક્સ ફટકારી છે. તો તેણે અત્યાર સુધી તમામ ફોર્મેટમાં મળીને 97 વિકેટ ઝડપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે