Canada-India Tension: આ માહિતી જાણીને કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓના કુટુંબીજનોને થશે હાશકારો! જાણો શું કહે છે સરકાર 

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારજનો દહેશતમાં આવી ગયા છે. હવે મોદી સરકારે માતાપિતાની ચિંતા દૂર થાય એવી જાણકારી આપી છે.

Canada-India Tension: આ માહિતી જાણીને કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓના કુટુંબીજનોને થશે હાશકારો! જાણો શું કહે છે સરકાર 

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારજનો દહેશતમાં આવી ગયા છે. હવે મોદી સરકારે માતાપિતાની ચિંતા દૂર થાય એવી જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે 44 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં કેનેડા અંગે એક એક સવાલના જવાબ આપ્યા. સરકારે કેનેડાની સાથે સાથે સમગ્ર દુનિયા સામે ભારતનું સ્ટેન્ડ પણ સ્પષ્ટ કર્યું. અનેક લોકોના મનમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ અંગે સવાલો છે. 

પહેલો સવાલ એ છે કે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓનું શું થશે? ભારતમાં માતા પિતા તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેને લઈને ભારત સરકારે સૌથી પહેલા કેનેડામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લઈને ચિંતા દૂર થાય એવું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે સંબંધોની અસર ભારતના વિદ્યાર્થીઓ પર પડશે નહીં. એટલે સુધી કે વિઝા પર લગાવવામાં આવેલા હંગામી પ્રતિબંધની અસર પણ ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે નહીં. એટલે કે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિજનોએ હવે ડરવાની કોઈ જરૂર નથી. 

— ANI (@ANI) September 21, 2023

બીજો સવાલ એ છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપને ભારત કેવી રીતે જોઈ રહ્યું છે? જેનો જવાબ ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ કે ખાલિસ્તાની આતંકીની હત્યામાં ભારતની કોઈ ભૂમિકા નથી. કેનેડા સરકાર તરફથી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. ભારત માને છે કે કેનેડાના પ્રધાનમંત્રીના આરોપ પાછળ રાજકીય ટુલકિટ છે. 

ત્રીજો સવાલ એ છે કે ભારતે કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ કેમ બંધ કરી? તેને લઈને સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ખાલિસ્તાની આતંકીઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ પર કેનેડા સરકારની નરમાઈના પગલે ભારતીય દૂતાવાસમાં કામ કરવું હાલ મુશ્કેલ છે. આથી આ કારણે હંગામી રીતે વિઝા સર્વિસ બંધ કરાઈ છે. દુનિયામાં કોઈ પણ ખૂણે રહેતા કેનેડાના લોકોને ભારત વિઝા નહીં આપે. 

ભારત વિરોધી આતંકીઓને શરણ આપી રહી છે કેનેડા સરકાર
આ મુદ્દે ચોથો સવાલ એ છે કે શું ભારતે આ મુદ્દે પોતાના સહયોગીઓ સાથે ચર્ચા કરી? આ સવાલના જવાબમાં કહેવાયું કે ભારતે પોતાના તમામ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ સાથે આ મુદ્દે ફક્ત ચર્ચા જ નહીં પરંતુ ખુલ્લેઆમ કહી દીધુ કે કેનેડાના આરોપ પાયાવિહોણા છે. કેનેડાની વર્તમાન સરકાર ભારત વિરોધી આતંકીઓને શરણ આપી રહી છે. ભારત વિરોધી એજન્ડાને ઉછરવાની તક આપી રહી છે. 

રાજકીય ફાયદા માટે આંખો મીંચીને બેઠી છે કેનેડાની સરકાર
આગળ સવાલ એ ઉઠે છે કે કેનેડા સાથે કૂટનીતિક સંબંધોનું શું ભવિષ્ય છે? જેના પર ભારતે કેનેડાના ડબલ સ્ટાન્ડર્ડને એક્સપોઝ કરી દીધુ. ભારતે સ્પષ્ટ કરી દીધુ કે જે રીતે પાકિસ્તાન આતંકીઓ માટે સેફ હેવન છે, આતંકીઓને પાકિસ્તાનથી ફંડિંગ થાય છે બરાબર એ જ રીતે આ સમયમાં આતંકીઓ માટે કેનેડા એક સેફ હેવન  બનેલું છે. કેનેડા સરકાર પોલિટિકિલ ફાયદા માટે કટ્ટરતા પર આંખો મીંચીને  બેઠી છે. 

ભારતે અનેક આતંકીઓની માહિતી કેનેડા સરકાર સાથે શેર કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ભારતનું સ્ટેન્ડ હવે એ જ છે કે કેનેડાના ચાલ ચરિત્ર  તથા ચહેરાને દુનિયા સામે એક્સપોઝ કરશે. 

કેનેડા સાથે ચાલી રહેલા તણાવના કારણે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે બીજા દેશો તરફ પણ વળી શકે છે. કારણ કે વિદ્યાર્થીઓના પરિજનોને હવે એ વાતનો ડર સતાવી રહ્યો છે કે બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલ્યો તો બાળકોની કરિયર પ્રભાવિત થઈ શકે છે. આ સાથે જ સ્ટડી વિઝા કે પીઆર પ્રક્રિયામાં મોડું થઈ શકે છે. અટકળો એવી પણ છે કે કેનેડિયન સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન વિઝા માટેની સંખ્યાને મર્યાદિત કરી શકે છે.  

વધુ વિગતો માટે જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news